Gondal: સબ જેલમાં હવામાંથી એક પડીકું આવ્યું!

Gondal

રાજકોટના Gondal થી સૌથી મોટો ખુલાસો સામે આવ્યો છે. Gondal સબ જેલની બહાર અજાણ્યા શખ્સ દ્વારા ફેંકવામાં આવ્યું ઝભલું આખા શહેરમાં ટોક ઓફ ધ ટાઉન બન્યું છે. શનિવારના રોજ ગોંડલ સબ જેલના વોચ ટાવર નં. 4 અને યાર્ડ નં. 2ની વચ્ચે કાળા પ્લાસ્ટીકનું એક ઝભલું પડ્યું હતું. આ ઝભલાની અંદર તમાકુ, સિગારેટ, ફાકી જેવી ચીજવસ્તુઓ અને ઠંડા પીણાની બોટલ મળી આવી છે. ઘટનાની ગંભીરતા ને ધ્યાનમાં લઇને તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી.

આ પણ વાંચો – Mira Ahir: રાજકોટ સિવિલના સ્ટાફ પર મોટી કાર્યવાહી

જેલના ઇન્ચાર્જ જેલર રાજેન્દ્રસિંહ સોલંકીએ ગોંડલ બી ડિવિઝન પોલીસ મથકમાં અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે CCTV ફૂટેજ ચેક કરવાનું શરૂ કર્યું છે અને તપાસ હાથ ધરી છે કે આખરે આ વસ્તુઓ જેલમાં કોને પહોંચાડવાની હતી અને કોણ જવાબદાર છે.  જેલના ઇન્ચાર્જ જેલર રાજેન્દ્રસિંહ સોલંકીએ ગોંડલ બી ડિવિઝન પોલીસ મથકમાં અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે CCTV ફૂટેજ ચેક કરવાનું શરૂ કર્યું છે અને તપાસ હાથ ધરી છે કે આખરે આ વસ્તુઓ જેલમાં કોને પહોંચાડવાની હતી અને કોણ જવાબદાર છે.

Scroll to Top