Gold Market: દિવાળી નજીક આવતા જ સોના-ચાંદીના બજારમાં ફરી એક વાર તેજી જોવા મળી રહી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમતોમાં થયેલા ઉછાળા અને સ્થાનિક માંગમાં વૃદ્ધિના કારણે સોના-ચાંદીના ભાવ સતત નવા શિખરો સર કરી રહ્યા છે. તહેવારોની મોસમ ચાલી રહી છે અને લગ્નની સીઝન નજીક આવી રહી છે, દેશમાં સામાન્ય રીતે સોના અને ચાંદીની માંગ વધે છે.
આ પણ વાંચો – Chaitar Vasava: ભાજપ અને AAP એક સાથે
કેટલાક વિશ્લેષકો માને છે કે દિવાળી પછી પણ તેજી ચાલુ રહી શકે છે. આંતરરાષ્ટ્રીય આર્થિક પરિસ્થિતિ અને રોકાણકારોની મોટી માંગને કારણે લાંબા ગાળે સોનું પ્રતિ 10 ગ્રામ દોઢ લાખ સુધી પહોંચી શકે તેવી અટકળો બજારમાં ચાલી રહી છે. જો કે, કેટલાક નિષ્ણાતો માનતા છે કે એટલો મોટો વધારો ટૂંકા ગાળે સંભવ નથી.
Gold Market ના વેપારી નિશાંત ઝવેરીએ ન્યૂઝરૂમ ગુજરાત સાથેની EXCLUSIVE વાતચીતમાં કહ્યું કે, “આ વર્ષે લોકોમાં સોના-ચાંદી પ્રત્યે ખાસ ઉત્સાહ છે. રોકાણ માટે સુરક્ષિત માધ્યમ તરીકે સોનાને જોવામાં આવી રહ્યું છે. કિંમતો ભલે ઊંચી હોય છતાં ધનતેરસ અને દિવાળી પર વેચાણમાં તેજી જોવા મળશે.”



