Godhra માં બી ડિવિઝન પોલીસ મથક પર થયેલા હોબાળાના મામલે નવી વિગતો સામે આવી છે. પોલીસે ઘટનાના સમગ્ર CCTV ફૂટેજ જાહેર કર્યા છે, જેમાં સોશિયલ મીડિયા પર કરાયેલા આરોપોની વિરુદ્ધ હકીકતો જોવા મળી રહી છે.
Godhra માં હુમલા પહેલા અને હોબાળાની વચ્ચેના CCTV ક્લિપ્સ જાહેર કરતાં પોલીસે સ્પષ્ટ કર્યું છે કે, સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર ઝાકીર જબાએ ફોલાવર્સ વધારવા માટે તરકટ કર્યું હતું. વાયરલ કરાયેલા વિડિયો અંગે પોલીસે કહ્યું કે તે ભ્રામક છે.
આ પણ વાંચો – Gandhinagar Police નો સાયકો કિલર એન્કાઉન્ટર મામલે સૌથી મોટો ખુલાસો
ફૂટેજ મુજબ ઝાકીર જબા લંગડાતો પોલીસ મથકમાં આવ્યો અને ત્યાંથી સાવ સામાન્ય રીતે ગયો હતો. પોલીસે જણાવ્યું કે મથકમાં જ તેને પાણી અને ચા આપવામાં આવી હતી. ઝાકીર જબાએ પોલીસ માર માર્યાનો વિડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ કર્યો હતો, જેના પગલે લોકોમાં ઉશ્કેરાટ ફેલાયો અને પોલીસ મથકે હોબાળો મચાવ્યો હતો. પોલીસે સ્પષ્ટ કર્યું કે આ આખી ઘટના પાછળ ઝાકીર જબાની ઉશ્કેરણી જવાબદાર છે.
માહિતી મુજબ, વિવાદિત પોસ્ટ મૂકવાના કારણે ઝાકીર જબાને પોલીસ મથકે બોલાવવામાં આવ્યો હતો. હાલમાં તેના સામે જાહેરનામાનો ભંગ સહિત 2 ફરિયાદો દાખલ કરવામાં આવી છે. પોલીસે જાહેર કર્યું છે કે કાયદાને હાથમાં લેવાની કોઈને મંજૂરી નહીં આપવામાં આવે અને સોશિયલ મીડિયા દ્વારા ભ્રામક વાતો ફેલાવનારાઓ સામે કડક કાર્યવાહી થશે.



