Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી 2025નો ગ્રુપ સ્ટેજ આજે સમાપ્ત થઈ રહ્યો છે. ગ્રુપ Aની છેલ્લી મેચ ભારત અને ન્યુઝીલેન્ડ સામસામે મેંચ રમાઈ રહી છે. આ મેંચ પહેલા ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં બંને ટીમો સેમીફાઈનલમાં પહોંચી ગઈ છે. પરંતુ આ મેંચ પરથી ગ્રુપ Aમાં કોણ ટોપ કરશે? તે નક્કી થશે.જો ભારતીય ટીમ ટેબલમાં બીજા સ્થાને રહેશે તો તેનો સામનો દક્ષિણ આફ્રિકા સામે થશે. જો તે ટેબલમાં ટોચ પર રહેશે તો સેમિફાઇનલમાં તેનો સામનો ઓસ્ટ્રેલિયા સામે થશે.
કોહલી માત્ર 7 રનમાં આઉટ
આ મેચમાં વિરાટ કોહલી (VIRAT kohli) 14 બોલમાં માત્ર 11 રન જ બનાવી શક્યો હતો. ન્યુઝીલેન્ડના ફાસ્ટ બોલર મેટ હેનરીએ વિરાટ કોહલી (virat kohli) ને આઉટ કર્યો હતો. હેનરીએ ટીમ ઈન્ડિયાની ઈનિંગની 7મી ઓવરમાં આઉટ કર્યો હતો. કોહલી (virat kohli) એ શોર્ટ ફટકારીયો અને ગ્લેન ફિલિપ્સે હવામાં શાનદાર ડાઇવ લગાવીને કેસ પક્ડયો હતો.ખાસ વાત એ હતી કે ગ્લેન ફિલિપ્સે માત્ર 0.61 સેકન્ડમાં વિરાટનો કેચ પકડ્યો હતો. તમને જણાવી દઈએ કે ગ્લેન ફિલિપ્સે ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં બીજી વખત આવો કેચ પકડ્યો છે.તેણે આ પહેલા પાકિસ્તાનના કેપ્ટન મોહમ્મદ રિઝવાનનો પણ શાનદાર કેચ પકડ્યો હતો.
ગ્લેન ફિલિપ્સે જોરદાર કેચ પકડ્યો
આ મેચમાં ટીમ ઈન્ડિયાએ ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરી અને પ્રથમ 10 ઓવરમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. આ દરમિયાન ભારતીય ટીમ માત્ર 37 રન બનાવી શકી હતી. વિરાટ ઉપરાંત રોહિત શર્મા અને શુભમન ગિલ પણ ફ્લોપ રહ્યા હતા. રોહિત 15 રન બનાવીને આઉટ થયો હતો. જ્યારે શુભમન ગિલ માત્ર 2 રન બનાવી શક્યો હતો.