ગીરસોમનાથ (girsomnath) જીલ્લાના ચોરવાડ ગામના વતની અને સોમનાથના યુવા ધારાસભ્ય વિમલભાઈ ચુડાસ (vimal Chudasma) માને કેશોદ કોર્ટ દ્વારા ચોરવાડ નગરપાલિકાની ચૂંટણી લડવા માટે મંજૂરી આપી છે. ત્યારે ચોરવાડ ખાતે કોંગ્રેસ (congress) સમિતિ તેમજ ગ્રામજનો દ્વારા ઢોલ, સરણાઈ અને ફટાકડા ફોડી સ્થાનિક લોકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
કેશોદ કોર્ટ દ્વારા ચોરવાડ નગરપાલિકાની ચૂંટણી લડવા માટે મંજૂરી
ગુજરાત વિધાનસભાના ઉપદંડક વિમલભાઈ ચુડાસમાને કેશોદ કોર્ટ દ્વારા ચોરવાડ નગરપાલિકાની ચૂંટણી લડવાની મંજૂરી મળતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ગુજરાત હાઇકોર્ટના વકીલ બી.એમ.માંગુકિયા,વકીલ બેલાબેન પ્રજાપતિ તથા અન્ય વકિલનો આભાર માન્યો હતો. આ પ્રંસગે કોંગ્રેસ (congress) સમિતિ તેમજ ગ્રામજનો દ્વારા ચોરવાડના મેઇન ગેઇટ ખાતે સ્વાગત તેમજ ત્યારબાદ લીમડા ચોક ખાતે આતીશબાજી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ચોરવાડ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ જલ્પાબેન વિમલભાઈ ચુડાસમા, ભૂવાઆતાઓ, ચોરવાડ નગરપાલિકાના પૂર્વ સદસ્યઓ, ગ્રામજનો, આગેવાનો, કાર્યકર્તા, યુવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
વિમલભાઈ ચુડાસમાએ તમામ લોકોનો આભાર માન્યો
આ ખાસ પ્રસંગે વિમલભાઈ ચુડાસ (congress) માએ તમામ લોકોનો આભાર માન્યો હતો. તેમણે સોમનાથ દાદા, માં ભવાનીના આશીર્વાદથી તેમજ લોકોની વચ્ચે રહી લોકોના સુખ દુ:ખના કાર્યો હોય કે લોક ઉપયોગી વિકાસના કામો હોય સતત લોકોની વચ્ચે રહી લોકોના કામ કર્યાનું ફળ મળેલ હોવાનું જણાવ્યું.