– તાલાલા ગીરના રીસોર્ટમાં ચાલતી મહેફિલો પર LCB નો સપાટો
– પોરબંદર, રાજકોટ, ધોરાજીના લોકો વિદેશી દારૂની મહેફિલ માણતા ઝડપાયા
– રિસોર્ટ સંચાલકો સહિત 12 નશાખોરો રંગેહાથ ઝડપાયા
Gir somnath: ગુજરાતમાં દારૂનો ધંધો ખુબ ચાલી રહ્યો છે. રાજયના દરેક જીલ્લામાં દારૂ મળી રહ્યો છે. બૂટલેગર આખા ગુજરાતમાં દારૂ (Alcohol) લોકો સુધી પહોંચાડી રહ્યા છે. સરકારના આંખ નીચે સમગ્ર ગુજરાતમાં દારૂ (Alcohol) વેચાઈ રહ્યો છે. સરકાર દારૂ અંગે કોઈ ખાસ નિતી પણ બનાવી રહી નથી. રાજ્યની જનતા દારૂ (Alcohol) ના દુષણથી ત્રસ્ત છે. પરંતુ સરકાર અંગે ખાસ કાયદા ઘડતી નથી.
પોરબંદર, રાજકોટ, ધોરાજીના લોકો વિદેશી દારૂની મહેફિલ માણતા ઝડપાયા
તાલાલા ગીર (Talala Gir) ના રીસોર્ટમાં ચાલતી મહેફિલો પર LCBએ સપાટો બોલાવ્યો હતો. આ દરોડા ચિત્રોડ નજીકના સ્વાગત રિસોર્ટ અને સાંગોદ્રા નજીકના ધ ગીર પલ્સ રિસોર્ટમાં પાડ્યા હતા.જેમાં પોરબંદર, રાજકોટ, ધોરાજી વિસ્તારના લોકો વિદેશી દારૂ (Alcohol) ની મહેફિલ માણતા ઝડપાઈ ગયા હતા. LCBએ રિસોર્ટ સંચાલકો સહિત 12 નાશાખોરો રંગેહાથ ઝડપાયા હતા. તમામ નશાખોરોને જેલ હવાલે કરવામાં આવ્યા હતા. જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાએ ગીર સહિત સમગ્ર જિલ્લામાં ચાલતી મહેફિલો પર દરોડા પાડવાના આદેશ આપ્યા હતા.