Gujarat Weather: રેકોર્ડબ્રેક ગરમી માટે ગુજરાતીઓ થઈ જાવ તૈયાર, હવામાન વિભાગની ઊનાળાને લઈને મોટી આગાહી

Gujarat Weather: રાજ્યમાં માર્ચ મહિનાની શરૂઆતમાં જ અંગ દઝાડતી ગરમીનો પ્રારંભ થઈ ચૂક્યો છે. હવામાન વિભાગે 13 માર્ચ સુધી હીટવેવની આગાહી કરી છે. આ સિવાય રાજ્યના અનેક જિલ્લાઓમાં યલો એલર્ટ પણ જાહેર કરી દીધું છે. હવામાન નિષ્ણાતના જણાવ્યા અનુસાર આ વર્ષે ગુજરાતમાં ગરમી તમામ રેકોર્ડ તોડશે. આજે રાજ્યના 13 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે.

રાજ્યમાં 13 માર્ચ સુધી અસહ્ય ગરમીનો અનુભવ થશે

સૌરાષ્ટ્ર- કચ્છ અને દક્ષિણ ગુજરાતનાં દરિયા કાંઠા પર પવનની ગતિમાં ફેરફાર થવાના કારણે રાજ્યમાં 13 માર્ચ સુધી અસહ્ય ગરમીનો અનુભવ થશે. લોકોએ આકરી ગરમીનો સામનો કરવો પડશે. 2025નો ઊનાળો અસહ્ય ગરમી વાળો રહેશે. કચ્છ, જામનગર, મોરબી, બોટાદ, જૂનાગઢ, અમરેલી, હિંમતનગર, અમદાવાદ અને ગાંધીનગરમાં ગરમીનો પારો 40 ડિગ્રીની ઉપર જાય તેવી તમામ શક્યતા છે.

રાજકોટ જિલ્લામાં ગરમીનો પારો 40ને પાર

રાજ્યના અનેક જિલ્લામાં તાપમાન માર્ચ મહિનાના પહેલા જ અઠવાડિયામાં 40ને પાર પહોંચી ચૂક્યું છે. આજે રાજકોટ જિલ્લામાં તાપમાન 40 ડિગ્રીને પાર થઈ ગયું છે. 13 માર્ચ સુધી રાજ્યમાં અસહ્ય ઊકળાટ અને બફારાનું પ્રમાણ ચાલું રહેશે.રાજ્યમાં તાપમાન ઊંચું જાય તેવી પૂરી શક્યતાઓ દેખાઈ રહી છે હાલ યેલ્લો એલર્ટ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે જેમાં 9 માર્ચ 2025 થી 13 માર્ચ 25 દરમ્યાન રાજ્યના અનેક વિસ્તારોની અંદર તાપમાન 40 ડિગ્રીને પાર કરે તેવી પૂરી શક્યતાઓ દેખાઈ રહી છે અને રાજ્યના અનેક વિસ્તારોની અંદર ભેજવાળા પવનો ને કારણે અસહ્ય ગરમી અને બફારાનો પણ સામનો કરવો પડશે.

આજે આ જિલ્લામાં ગરમીનું યલો એલર્ટ

અમદાવાદ
કચ્છ
બનાસકાંઠા
સાબરકાંઠા
ગાંધીનગર
સુરેન્દ્રનગર
રાજકોટ
બોટાદ
અમરેલી
ભાવનગર
જૂનાગઢ
વલસાડ
સુરત

 

 

 

Scroll to Top