Geniben Thakor: ભારતમાલા પ્રોજેક્ટ અંગે નીતિન ગડકરી સાથે ચર્ચા

Geniben Thakor

બનાસકાંઠાના સાંસદ Geniben Thakor ની દિલ્હીમાં કેન્દ્રીય મંત્રી Nitin Gadkari સાથે મુલાકાત કરી હતી. Geniben Thakor એ અમદાવાદ થરાદ હાઈવેના ભારતમાલા પ્રોજેક્ટને લઈને કેન્દ્રીય મંત્રી સાથે મુલાકાત કરી હતી. Geniben Thakor એ ભારતમાલા પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચારના આરોપ સાથે કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીને આવેદન પત્ર આપ્યું હતું. ખેડૂતો પાસેથી સંપાદન થાય તે પહેલા વિશ્વાસઘાત થયો હોવાના આરોપ ગેનીબેન ઠાકોરે લગાવ્યા છે.

આ પણ વાંચો – Visavadar માં અનાજ ચોરી મામલે AAP નેતાનો ખુલાસો

ગેલીબેન ઠાકોરે કહ્યું કે ખેડૂતો પાસેથી આ પ્રોજેક્ટ મંજૂર થયો એ પહેલા પાણીના ભાવે જમીન ખરીદી લેવામાં આવી છે. ત્યારબાદ ખેડૂતોને નોકરી અને રોજગારીની લાલચ આપીને તેમની સાથે છેતરપિંડી કરીને જમીન ખરીદી લીધી છે. ખેડૂતોની 1500 વીઘા જમીન જે છે તેમાં ખેડૂતને 70 કરોડનું વળતર છે અને 70 વીઘા જમીનમાં ઉદ્યોગપતિઓને 350 કરોડનું વળતર આપવામાં આવ્યું છે. જે ભારતમાલા પ્રોજેક્ટ છે એ પ્રોજેક્ટને લઈને ગેનીબેન ઠાકોરે અનેક એવા આક્ષેપ ભાજપના નેતાઓની સામે પણ લગાવ્યા છે.

Scroll to Top