રાજકારણ – Gondal સીટ પરથી ગણેશ ગોંડલ જ બનશે ધારાસભ્ય, વિવાદો વચ્ચે જીલ્લા પ્રમુખનું મોટું નિવેદન

Ganesh Gondal – ગોંડલમાં પાટીદાર સગીરને માર મારવાના કેસમાં ગોંડલ બંધનું એલાન તો પાછુ ખેંચાયું હતું. આ સાથે આજે પાટીદાર અને ક્ષત્રિય આગેવાનોની બેઠક મળી હતી. જેમાં, આગેવાનોની હાજરીમાં સમાધાનનો દાવો કરવામાં આવ્યો હતો. આ બેઠકમાં બંને પક્ષના ફરિયાદી હાજર રહયાં હતા અને છડે ચોક પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી મીડિયાને આપી હતી. આ સભામાં જયરાજસિંહ જાડેજા, ગણેશ ગોંડલ અને અલ્પેશ ઢોલરિયા સહિત પાટીદાર – ક્ષત્રિય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

ભાજપ જિલ્લા પ્રમુખ અલ્પેશ ઢોલરિયાએ કહ્યું કે, ગોંડલની સીટ પરથી ગણેશ જાડેજા જ ધારાસભ્ય બનશે. આ સાથે તેમણે કહ્યું કે, કોઈએ ગોંડલની બેઠક માટે લાળ ટપકાવવાની નથી.

વાસ્તવમાં, ગોંડલમાં સગીર યુવકને માર મારવાની ઘટનાનો અંત આવ્યો,પરંતુ રાજકોટ જીલ્લા પ્રમુખ અને પાટીદાર આગેવાને જોશમાં આવી નિવેદન આપતા હવે, નવો મુદ્દો જાગ્યો છે.

રાજકોટ જીલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરીયાએ જણાવ્યું છે કે, આવનારી વિધાનસભામાં ગોંડલથી ગણેશ ગોંડલ જ ઉમેદવાર હશે. ગોંડલમાં પંથકમાં કોઈપણ જાતિવાદ છે નહિ, મહત્વનું છે કે, ક્ષત્રિય સમાજની વોટ બેંક 7000ની છે. જ્યારે, પાટીદાર 1.40 લાખ વોટિંગ વાળો સમાજ છે.

ગઈકાલે અલ્પેશ ઢોલરિયા પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાને પગે લાગતા હોય તે વીડિયો વાઈરલ થયો હતો. આજે એ ઘટના પર કટાક્ષ કરતા અલ્પેશ ઢોલરિયાએ જણાવ્યું હતું કે, જયરાજસિંહ જાડેજા મારા બાપ સમાન છે. જેને લાળ ટપકે છે તેમને જાહેરમાં કહેવામાં આવે છે કે. અહીં સીટ પર કોઈ બહારના નજર ના કરતા અમારો ગોંડલ ગણેશ તૈયાર છે.

આમ,અત્યારથી જ અલ્પેશ ઢોલરીયાએ 2027ની ગોંડલ વિધાનસભાની સીટ નક્કી કરી નાખી છે. પટેલ સમાજ ગણેશને ખભા પર બેસાડીને ધારાસભ્ય બનાવીશું.

Scroll to Top