ખોડલધામ સમિતિ દ્વારા ગણેશને આમંત્રણ આપવામાં આવ્યું હતું. ગણેશે આ કાર્યક્રમ હાજરી આપતા સમાજના બે આગેવાનો સામસામે આવ્યા છે. આ બંન્ને આગેવાનની ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી.
આ ઉપરાંત આગેવાને ખોડલધામનું નિર્માણ થતું હતું તે સમયે ભાજપ વાળા જ કહેતા હતા નરેશભાઈ કોંગ્રેસી છે. તેવા પણ આરોપ લાગ્યા હતા.
સમગ્ર ઘટનાની ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ
નરેશભાઈનું નામ આવતા રાજકોટનું રાજકારણ ગરમાયું છે. આ આગેવાનના નામ રાજુ સખીયા એને રાજુ સોજીત્ર છે જેઓ ખોડલધામના સમિતિના સભ્ય પણ છે. જો કોઈ વાત સ્પષ્ટ નહી થાય તો આગામી દિવસોમાં ફરી ખોડલધામનું રાજકારણ ગરમાય તેવી શકયતા રહેલી છે. હવે જોવાનું એ રહ્યું કે, આ બંન્ને આગવાનની જે ઓડિયો ક્લિપ વાયરલ થયો છે. તેની અસર રાજકોટના અને ગુજરાતના રાજકારણ પર શું અસર પડે તો જોવાનું રહ્યું.