Gandhinagar News: રાજ્ય સરકારના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી (harsh sanghvi) એ મીડિયાને જાણકારી આપતા કહ્યું હિન્દુ સનાતન ધર્મમાં મહાકુંભનું વિશેષ મહત્વ છે. આ મહાકુંભ 144 વર્ષમાં માત્ર એકવાર આવતો હોય છે. તેના કારણે ગુજરાતની જનતાને કોઈ અગવડતા ન પડે તે માટે રાજ્ય સરકારે દરરોજ ગુજરાતથી પ્રયાગરાજ એસી વોલ્વો બસનું સંચાલન કરવાની પહેલ કરી છે. આ Volvo બસમાં ત્રણ રાત્રિ અને ચાર દિવસનું પેકેજ બનાવવામાં આવ્યું છે. 27મી જાન્યુઆરીએ યાત્રાળુઓની પહેલી બસને લીલી ઝંડી ગાંધીનગર થી આપશે.
27મી જાન્યુઆરીએ યાત્રાળુઓની પહેલી બસને લીલી ઝંડી ગાંધીનગર થી આપશે
શ્રદ્ધાળુઓ સરળતાથી અને ઓછી કિંમતે મુસાફરી કરી શકે એ માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (bhupendr patel) ના નેતૃત્વમાં પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા અને વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવી (harsh sanghvi) એ સંયુકત રીતે આ પહેલ ચાલું કરી છે. જે અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ગુજરાતથી દરરોજ એસી વોલ્વો બસ પ્રયાગરાજ ઉપાડવાનો નિર્ણય લઇ શ્રધ્ધાળુને રાત્રિ રોકાણ અને બસ મુસાફરી સાથેનું ઇકોનોમી પેકેજ તૈયાર કરવામાં આવ્યુ છે.
8100 રૂપિયામાં આસ્થાની યાત્રાનું આયોજન
8100 રૂપિયામાં આસ્થાની યાત્રાનું આયોજન સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. જે લોકો આ યાત્રામાં જોડાવવા માંગે છે તેમણે ઓનલાઇન માહિતી મેળવી , ધ્યાન રાખીને ટીકીટ બુક કરવાની રહેશે, આ યાત્રામાં મુસાફરી અને રહેવાની વ્યવસ્થા હશે જેમાં જમવાની વ્યવસ્થા મુસાફરે જાતે કરવાની રહેશે. હાલ પૂરતી બસ વ્યવસ્થા અમદાવાદ પૂરતી રહેશે. રાજ્ય સરકારે ધાર્મિક અને સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે સંકલન કર્યું છે, આ ઉપરાંત જેમ જેમ યાત્રાળુઓ વધશે તેમ વધુ બસો મુકવામાં આવશે.