ગુજરાતના રાજકારણમાં ફરી એકવાર ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. મોરબી શહેર આજે માત્ર વિધાનસભાની બેઠક માટેનું મેદાન નહોતું, પણ રાજકીય નેતાઓના અડ્ડાનું મથક બની ગયું છે. ભાજપ અને આમ આદમી પાર્ટી (AAP) વચ્ચે ચાલી રહેલી ટકકર નવો વળાંક લે છે ત્યારે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઇસુદાન ગઢવીના ધડાકેદાર નિવેદનોએ રાજકારણમાં ભારે હલચલ મચાવી છે.
ઈસુદાન ગઢવીનું મોટું નિવેદન: “161 ધારાસભ્યો રાજીનામું આપે, અમે તૈયાર છીએ!”
પ્રેસ મીટમાં ઇસુદાન ગઢવીએ સ્પષ્ટ કહ્યું કે “ગોપાલ ઈટાલીયા રાજીનામું નહીં આપે. ભાજપના લોકો ગભરાઈને અફવાઓ ફેલાવી રહ્યા છે. જો તેમને હિંમત હોય તો 161 ધારાસભ્યો રાજીનામું આપે, અમે ચૂંટણી માટે પણ તૈયાર છીએ.” તેમણે વધુમાં કહ્યુ કે “ગુજરાતના લોકોના પ્રશ્નો ઉકેલવામાં નિષ્ફળ રહેલી સરકારના મુખ્યમંત્રીએ પોતે રાજીનામું આપી દેશો તો સારું.” “ભાજપના નેતાઓ બેબાકળા બન્યા છે” ઈસુદાનના મતે, “ભાજપ આજે સામાન્ય વિરોધ પણ સહન કરી શકતી નથી. મોરબી જેવી દુર્ઘટનાના જવાબદાર હજુ પણ પદ પર છે, અને ભાજપના નેતાઓ હવે વાસ્તવિક પ્રશ્નો પરથી ધ્યાન ભટકાવા અફવાઓ ફેલાવે છે.”
ગોપાલ ઈટાલીયાના રાજીનામાની અફવાઓ ખોટી?
તાજેતરમાં એવી ચર્ચાઓ ચાલી રહી હતી કે આમ આદમી પાર્ટીના જ નેતા ગોપાલ ઈટાલિયા પોતાના પદ પરથી રાજીનામું આપી રહ્યા છે. પરંતુ ઈસુદાને આ વાતોનું સખતપણે ખંડન કર્યું છે અને કહ્યું છે કે: “આ અફવાઓ ભાજપ દ્વારા ચલાવાતી છે. ઈટાલિયા પછાત નથી પડતાં, તેઓ આખરે લડી રહ્યા છે.”