Gambhira Bridge: લટકતું ટેન્કર 7 દિવસમાં હટાવી લેવાશે

Gambhira Bridge

આણંદ જિલ્લાના Gambhira Bridge પર લટકતી ટેન્કરે તંત્ર અને સરકાર સામે તકેદારીની સૌથી મોટી કસોટી ઉભી કરી છે. ભારે વજનની ટેન્કરને બ્રિજ પરથી સુરક્ષિત રીતે હટાવવા માટે હાલ તંત્રે વિશિષ્ટ પ્લાનિંગ શરૂ કર્યું છે.

હેવી મશીનરી નહીં, હવે ‘બલૂન ટેક્નોલોજી’થી થશે ઓપરેશન
Gambhira Bridge ની હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ત્યાં હેવી મશીનરી લઈ જવી શક્ય નથી. તેથી, નવીનતમ ટેક્નિકનો અભ્યાસ કરીને ‘બલૂન ટેક્નોલોજી’નો ઉપયોગ કરવાનું નક્કી થયું છે. આ ટેક્નોલોજી દ્વારા ટેન્કરને હવામાં થોડી ઊંચાઈ સુધી ઉઠાવી સલામત રીતે નીચે ઉતારવાનો પ્રયાસ થશે.

વિશ્વકર્મા મરીન ઇમર્જન્સી ટીમ મેદાનમાં
પોરબંદરના વિશ્વકર્મા ગ્રુપના મરીન ઇમર્જન્સી રિસ્પોન્સ સેન્ટર દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવશે. કંપનીના નિષ્ણાતોએ બ્રિજ પર સર્વે કર્યો છે અને હવે તેઓ સમગ્ર ઓપરેશન માટે તૈયારીમાં છે. ઓપરેશન પહેલા બ્રિજ પર ચારથી પાંચ દિવસ સુધી ‘રીગિંગ’ની એક્ટિવિટી કરાશે. ત્યારબાદ ટેન્કરને ઊંચકવા માટે સ્પેશિયલ બલૂનનો ઉપયોગ કરીને ટેન્કરને સુરક્ષિત રીતે હટાવશે. આણંદ જિલ્લા કલેક્ટર પ્રવિણ ચૌધરીએ જણાવ્યું કે, “ટેન્કર હટાવવાનું કાર્ય આગળ ધપાવવામાં આવ્યું છે અને સાત દિવસમાં તેને પૂર્ણ કરવામાં આવશે. તમામ સેફટી માપદંડો સાથે કામગીરી હાથ ધરાશે.”

આ પણ વાંચો – Bhupendra Patel: દિલ્હીમાં ઘમાસાણ, સતત બીજા દિવસે મોટી બેઠક

Gambhira Bridge પરની આ પરિસ્થિતિ સ્થાનિક લોકોને ભારે હાલાકીમાં મૂકતી હતી. વાહનવ્યવહાર પણ અસરગ્રસ્ત થયો હતો. હવે આ કામગીરી શરૂ થતાં લોકોને રાહત મળવાની આશા છે, જ્યારે તંત્ર માટે આ ઓપરેશન એક તકનીકી પડકારરૂપ બની રહી છે.

Scroll to Top