Gambhira Bridge: MERC ને સોંપવામાં આવી મોટી જવાબદારી

Gambhira Bridge દુર્ઘટનામાં આજે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. છેલ્લા 23 દિવસથી બ્રિજના ખૂણે લટકાતું જોખમભર્યું ટેન્કર હવે નીચે ઉતારાશે. સમગ્ર રેસ્ક્યુ ઓપરેશનની જવાબદારી દેશના સૌથી નિષ્ણાત મેરિન ઇમર્જન્સી રિસ્પોન્સ સેન્ટર – મર્ક (MERC) ને સોંપવામાં આવી છે. માહિતી મુજબ, Gambhira Bridge દુર્ઘટનાગ્રસ્ત ટેન્કરને સુરક્ષિત રીતે દૂર કરવા માટે ખાસ ઓપરેશન હાથ ધરવામાં આવશે જે 5 દિવસ સુધી ચાલશે. વિશિષ્ટ વાત એ છે કે આ ઓપરેશન 900 મીટર દૂરથી સંચાલિત કરવામાં આવશે અને તે વિસ્તારમાં કોઈ પણ પ્રકારની હિલચાલ પર પ્રતિબંધ છે.


 

આ ઓપરેશન માટે ખાસ તૈયારી:

  • બ્રિજના ખૂણે 24/7 LIVE કંટ્રોલ રૂમ બનાવાશે
  • કંટ્રોલ રૂમમાં ડ્રોન ટેક્નોલોજી અને બલૂન ટેક્નોલોજી નો ઉપયોગ કરાશે
  • ટેન્કર ઉપરથી કેબલ જોડાઈ અને નીચે પાણીમાંથી બલૂન દ્વારા પ્રેસર આપીને ટેન્કર ઉપર લાવવામાં આવશે

આ પણ વાંચો – Gopal Italia: મોડી રાત્રે પોલીસ સ્ટેશન બહાર મોટી બબાલ

મર્ક એ અગાઉ પણ મોટું ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડ્યું છે. તાજેતરમાં કંડલા પોર્ટ પર હોંગકોંગ રજીસ્ટર્ડ “ફુલદા” નામના જહાજમાં થયેલા કેમિકલ બ્લાસ્ટના કેસમાં મર્કે 400 ટન ઓઇલ રિકવર કર્યું હતું. ઉલ્લેખનીય છે કે તે જહાજમાં મેથેનોલ કેમિકલ ભરેલું હતું અને મોટી દુર્ઘટના ટળી હતી. હવે, ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં પણ મર્ક પોતાની કુશળતા દાખવશે, એવું તંત્રનો દાવો છે. સ્થાનિક વહીવટ તંત્ર અને મર્કની ટીમ સાથે મળીને આ ઓપરેશનને સફળ બનાવવા સતત મોનીટરીંગ ચાલુ છે.

Scroll to Top