આંતરરાષ્ટ્રીય પોપ સિંગર બ્રિટની સ્પીયર્સ ફરી એકવાર ચર્ચામાં આવી છે. કારણકે બ્રિટનીએ પોતાની સાથે જ લગ્ન કર્યા છે. આ સાંભળવામાં થોડું વિચિત્ર લાગે છે પરંતુ તે સાચું છે. તેણે વ્હાઈટ હેવી એમ્બ્રોઈડરી ગાઉનમાં પોતાના લગ્નની તસવીરો શેર કરી છે. સિંગરે કહ્યું કે આ મારા જીવનનું અત્યાર સુધીનું સૌથી શાનદાર કામ છે. એટલું જ નહીં બ્રિટનીએ પોતાની સાથે સોલો હનીમૂન પણ સેલિબ્રેટ કર્યું છે.
https://www.instagram.com/reel/DBXbtNkAbEs/?utm_source=ig_web_copy_link
મેં મારી જાત સાથે લગ્ન કર્યા
બ્રિટની સ્પીયર્સે 42 વર્ષની ઉંમરમાં આ વિચિત્ર નિર્ણય લીધો છે. 21 ઓક્ટોબરે લગ્નનો વીડિયો અને ફોટો શેર કરતી વખતે સિંગરે લખ્યું હતું કે, ‘આજે તે દિવસ છે જ્યારે મેં મારી જાત સાથે લગ્ન કર્યા છે. જો તમને આ શરમજનક અથવા મૂર્ખ લાગતું હોય, તો કશું બોલશો નહી, પરંતુ મને લાગે છે કે આ અત્યાર સુધીનું સૌથી અદ્ભુત કામ છે.
ફેન્સે કહ્યું આવું કરવાની શું જરૂર હતી
બ્રિટનીના ફેન્સએ બ્રિટનીને પોતાની જ સાથે લગ્ન કરતા જોઇને ચિંતા વ્યક્ત કરી છે. લોકો એ તેને આર્મ કરવાની અથવા તો થેરેપી લેવાની સલાહ આપી છે. અમુક ફેન્સએ તો એવું પણ કહ્યું છે કે તે એકલી દેખાઈ રહી છે અને એકલતાના કારણે જ આ નિર્ણય લીધો છે. તો અન્યનું કહેવું છે કે તેની સંભાળ રાખનાર કોઈ નથી. બ્રિટની સ્પીયર્સની ઘણી રિલેશનશિપ નિષ્ફળ ગઈ છે. તેણે તાજેતરમાં જ તેના 14 મહિનાના લગ્નનો અંત લાવ્યો હતો. સિંગરે મે 2023માં તેના પૂર્વ પતિ સેમ અસગરી સાથે છૂટાછેડા લીધા હતા.