G7 Summit: ઇઝરાયલને સમર્થન, ઈરાન ‘પ્રાદેશિક અસ્થિરતા અને આતંકનો સ્ત્રોત’

G7 Summit

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો કેનેડા પ્રવાસ સફળ રહ્યો છે. હવે પ્રધાનમંત્રી મોદી તેમની ત્રણ દેશોની મુલાકાતના છેલ્લા તબક્કામાં ક્રોએશિયા જવા રવાના થયા છે. અગાઉ, તેમણે G7 Summit નું સફળતાપૂર્વક આયોજન કરવા બદલ કેનેડાના લોકો અને સરકારનો આભાર માન્યો હતો. PM Narendra Modi એ મંગળવારે G7 Summit માં હાજરી આપવા માટે કેનેડાની તેમની સફળ મુલાકાત પૂર્ણ કરી. પ્રધાનમંત્રી મોદી ખાસ આમંત્રણ પર કેનેડામાં આયોજિત G7 સમિટમાં હાજરી આપવા ગયા હતા. તેમણે G7 સમિટમાં વૈશ્વિક નેતાઓ સાથે અનેક ઉચ્ચ સ્તરીય બેઠકો યોજી હતી. G7 સમિટમાં પીએમ મોદીની આ સતત છઠ્ઠી ભાગીદારી હતી.

ઇઝરાયલ-ઇરાનમાં છેલ્લા ઘણા દિવસથી સંઘર્ષ ચાલુ છે. આ તણાવ વચ્ચે આજે મંગળવારના G7 દેશોએ મિડિલ-ઈસ્ટમાં શાંતિ અને સ્થિરતા માટે સમર્થનની પુષ્ટિ કરી છે. આ સાથે, તેમણે ઇઝરાયલના સ્વ-બચાવના અધિકારને સમર્થન આપ્યું છે. સમિટમાંથી જારી કરાયેલા સંયુક્ત નિવેદનમાં, G7 નેતાઓએ ઈરાનને પ્રાદેશિક અસ્થિરતા અને આતંકનો ‘મુખ્ય સ્ત્રોત’ ગણાવ્યો છે. તેમણે કહ્યું કે ઈરાનને ક્યારેય પરમાણુ શસ્ત્રો બનાવવાની મંજૂરી આપવી જોઈએ નહીં. આ સાથે, તેમણે તમામ પક્ષોને યુદ્ધવિરામ અને ગાઝામાં તણાવ ઘટાડવા તરફ આગળ વધવા વિનંતી કરી છે.

G7 Summit

Canada મુલાકાત અંગે, પ્રધાનમંત્રી મોદીએ એક પોસ્ટમાં લખ્યું, “કેનેડાની સફળ મુલાકાત પૂર્ણ કરી. G7 સમિટનું સફળતાપૂર્વક આયોજન કરવા બદલ કેનેડાના લોકો અને સરકારનો આભાર, જેમાં વિવિધ વૈશ્વિક મુદ્દાઓ પર અર્થપૂર્ણ ચર્ચા થઈ હતી. અમે વૈશ્વિક શાંતિ, સમૃદ્ધિ અને સ્થિરતાને આગળ વધારવા માટે પ્રતિબદ્ધ છીએ.”

G7 Summit 2

વિદેશ મંત્રાલયના પ્રવક્તા Randhir Jaiswal પ્રધાનમંત્રી મોદી દ્વારા તેમની મુલાકાત દરમિયાન ચર્ચા કરાયેલા મુદ્દાઓ વિશે માહિતી આપી. રણધીર જયસ્વાલે “X” પર લખ્યું, “પ્રધાનમંત્રી મોદીએ કેનેડાની તેમની ખૂબ જ સફળ મુલાકાત પૂર્ણ કરી. G7 સમિટમાં ઉર્જા સુરક્ષા, ટેકનોલોજી અને નવીનતા જેવા વૈશ્વિક સંદર્ભમાં મહત્વપૂર્ણ મુદ્દાઓ પર અર્થપૂર્ણ વાતચીત કરી. ઘણા નેતાઓને મળ્યા અને દ્વિપક્ષીય સંબંધો પર ચર્ચા કરી.”

આ પણ વાંચો – Weather Tracker: ગુજરાતના આ શહેરો માટે આજનો દિવસ ભારે!

તમને જણાવી દઈએ કે, પ્રધાનમંત્રી મોદી હાલમાં ક્રોએશિયાની સત્તાવાર મુલાકાત માટે રવાના થયા છે. પ્રધાનમંત્રી મોદી ક્રોએશિયાના વડાપ્રધાન આન્દ્રેજ પ્લેન્કોવિકના આમંત્રણ પર આ મુલાકાતે ગયા છે. આ કોઈ ભારતીય વડા પ્રધાનની ક્રોએશિયાની પ્રથમ મુલાકાત હશે, જે દ્વિપક્ષીય સંબંધોમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ સાબિત થશે. નિર્ધારિત કાર્યક્રમ મુજબ, પીએમ મોદી ત્યાં વડા પ્રધાન પ્લેન્કોવિક સાથે દ્વિપક્ષીય ચર્ચા કરશે અને ક્રોએશિયાના રાષ્ટ્રપતિ જોરાન મિલાનોવિચને મળશે. ક્રોએશિયાની આ મુલાકાત યુરોપિયન યુનિયનમાં ભાગીદારો સાથે સંબંધોને વધુ મજબૂત બનાવવાની ભારતની પ્રતિબદ્ધતાને પણ પ્રતિબિંબિત કરે છે.

Scroll to Top