Fraud: ગીરસોમનાથના વેરાવળમાં અજીબ છેતરપિંડી, શખ્સોએ PAYTM ડાઉનલોડ કરી 17.60 લાખ ટ્રાન્સફર કરી લીધા

Fraud: ગુજરાતમાં અનેક વાર વૃધ્ધો ઠગાઈ (Fraud) નો શિકાર બનતા હોય છે.પરંતુ વેરાવળમાં વૃધ્ધા સાથે અજીબ ઠગાઈ (Fraud)  ની ઘટના બની હતી. સમગ્ર ઘટના એવી હતી કે વૃધ્ધા પાસેથી તેમનો ફોન કોલ કરવાના બહાને અવારનવાર લઇ જઈ PAYTM એપ્લીકેશન ડાઉનલોડ કરી તેમના બેંક એકાઉન્ટમાંથી 17.60 લાખની રકમ સાથે અન્ય બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરી બે પાડોશી યુવાને છેતરપિંડ (Fraud) કરતા ફરયાદ નોંધવાઈ હતી.

બંન્ને શખસોએ કબૂલાત કરી પૈસા પરત ન આપતા ફરીયાદ નોંધાઈ

સમગ્ર ઘટનાની માહિતી આપતા વિભાગીય પોલીસ અધિકારી વી.આર. ખેંગારે જણાવ્યું હતું કે વેરાવળની હરસિધ્ધિ સોસાયટીમાં રહેતા વિજયભાઈ મોકરીયાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું. તેમને પૈસાની જરૂર હતી. નિવૃત રેલવે કર્મચારી એવા તેમના માતા કાંતાબેનને સાથે લઈ એસબીઆઈ બેંક ખાતે તેમના ખાતામાંથી એક લાખની રકમ ઉપાડવા ગયા હતા. ત્યાં સ્લીપ ભરીને આપતા બેંકના કેશિયરે ખાતામાં માત્ર રૂ.51409 જ હોવાનું જણાવતા તેમણે 50 હજાર ઉપાડી લીધા હતાં. તેમણે માતાનો બેંક એકાઉન્ટનું છેલ્લા એક વર્ષનું સ્ટેટમેન્ટ કઢાવતા માતાના મોબાઈલ નંબરના યુપીઆઈથી અલગ-અલગ બેંક ખાતામાં 17.60 લાખની રકમ ટ્રાન્સફર કરાઈ હોવાનું સામે આવ્યું હતું. આ અંગે તેમણે તેમના માતા કાંતાબેનને પૂછતાં તેમણે જણાવ્યું કે પાડોશમાં રહેતા સચીન રસિકભાઈ પટેલ તથા કુણાલ વાઘેલા તેમની પાસેથી તેમનો મોબાઈલ અવારનવાર કોલ કરવા માટે લઇ જતા હતા.

મોબાઈલમા કોલ કરવાના બહાને PAYTM ડાઉનલોડ કરી 17.60 લાખ ટ્રાન્સફર કરી લીધા

કાંતાબેનની જાણ બહાર મોબાઇલમાં PAYTM એપ્લીકેશન ડાઉનલોડ કરી મોબાઈલ દ્વારા તેમના ખાતામાંથી કટકે-કટકે 17.60 લાખની રકમ અલગ અલગ બેંક ખાતામાં ટ્રાન્સફર કર્યા હોવાનું જણાતા આ અંગે સચીન પટેલને પૂછતા તેમણે રકમ ટ્રાન્સફર કરી હોવાનું કબૂલતા બન્ને શખ્સો સામે 17.60 લાખની ઠગાઈ (Fraud) કર્યાની પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસ તપાસ હાથ ધરી છે. હાલ તો પોલીસે બન્ને ઠગબાઝો (Fraud) ને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

Scroll to Top