સાઉથ આફ્રિકાના ભૂતપૂર્વ વિકેટકીપર અને મુંબઈ ઇન્ડિયન્સના ભૂતપૂર્વ મુખ્ય કોચ માર્ક બાઉચર દ્વારા Hardik Pandya ને લઈને મોટું નિવેદન આપવામાં આવ્યું છે. તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે, હાર્દિક પંડ્યા દ્વારા આ આઈપીએલ સીઝનમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવામાં આવશે. હાર્દિક પંડ્યાને છેલ્લી સીઝનમાં ભૂતપૂર્વ રોહિત શર્માની જગ્યા એ ટીમના કેપ્ટન બનાવવામાં આવ્યા હતા, પરંતુ તેનાથી રોહિત શર્માના ચાહકો ખુબ નારાજ થયા હતા અને તેમના દ્વારા હાર્દિક પંડ્યાની હુંટીંગ શરુ કરવામાં આવી હતી. મુંબઈની ટીમ 2024 ની સીઝનમાં પોઈન્ટ ટેબલમાં સૌથી નીચે રહી હતી.
માર્ક બાઉચર 2023 અને 2024 માં મુંબઈ ઈન્ડિયન્સના મુખ્ય કોચ
માર્ક બાઉચર 2023 અને 2024માં મુંબઈ ઈન્ડિયન્સના મુખ્ય કોચ તરીકે ફરજ બજાવી ચુક્યા હતા. તેમ છતાં આ વખતે તેમના સ્થાન પર મહેલા જયવર્ધનેની પસંદગી કરવામાં આવી છે. ફ્રેન્ચાઇઝીને આ સિઝનમાં તેના મુખ્ય ખેલાડીઓને જાળવી રાખવામાં સફળતા પ્રાપ્ત થઈ છે. જેમાં હાર્દિક પંડ્યા, રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ, જસપ્રીત બુમરાહ અને તિલક વર્માના નામ સામેલ છે. હાર્દિક પંડ્યાની આગેવાનીમાં નેતૃત્વમાં મુંબઈની ટીમ ગયા સિઝનમાં પ્લેઓફ માટે ક્વોલિફાય પણ થઈ શકી નહોતી.
તેની સાથે જણાવી દઈએ કે, આઈપીએલ સીઝન પહેલા મીડિયા સાથે માર્ક બાઉચર દ્વારા વાતચીત કરવામાં આવી છે. તેમને તે દરમિયાન કહ્યું કે, મુશ્કેલ સમયમાં હાર્દિક પંડ્યાએ પોતાના પર કંટ્રોલ જાળવી રાખ્યો હતો. તેની હું પ્રશંસા કરું છું. માર્ક બાઉચર દ્વારા વિશ્વાસ વ્યક્ત કરતા જણાવવામાં આવ્યું છે કે, આ વખતે મુંબઈનો ડ્રેસિંગ રૂમ એકદમ સંતુલિત જોવા મળી રહ્યો છે. જ્યારે મારે હાર્દિક માટે કંઈપણ બોલવાની જરૂરિયાત નથી, જયારે તે પોતાના માટે બોલી શકે છે. કોચ તરીકે હું માત્ર એટલું જ કહેવા માંગુ છું કે, તે તેના માટે ખૂબ જ મુશ્કેલ સમય રહ્યો હતો. જ્યારે ચાહકો માત્ર ઘરે જ નહીં પરંતુ સમગ્ર ભારતમાં, ઘરઆંગણે બૂમો પાડે છે ત્યારે તે સરળ રહેતું નથી. હાર્દિક પંડ્યા વધુ સારા ને લાયક હતા. ચાહકોના પોતાના મંતવ્યો રહેલા હોય છે તેનો આદર કરવો જોઈએ.
માર્ક બાઉચર દ્વારા વધુંમાં જણાવવામાં આવ્યું છે કે, આઈપીએલની સમાપ્તિ બાદ ભારતને બધું બરાબર કરવું પડ્યું. હાર્દિક પંડ્યાએ રોહિત શર્મા થી વાત કરી હશે અને મને ખાતરી છે કે, તેમને આ બાબતને સંભળાવી પડશે. આ થવું જરૂરી હતું. એક ક્રિકેટરને આવી રીતનું જોવું સુખદ રહેતું નથી.
IPL 2024 બાદ હાર્દિક પટેલની કિસ્મત બદલાઈ
તેમ છતાં IPL 2024 બાદ હાર્દિક પટેલ માટે પરિસ્થિતિ ઝડપથી બદલાઈ ગઈ હતી. હાર્દિક પટેલ દ્વારા ભારતના T-20 વર્લ્ડ કપ અને ચેમ્પિયન્સ ટ્રોફીની જીતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવામાં આવી હતી અને હવે તે ક્રિકેટ ચાહકો ના દિલમાં વસી ગયા છે. હાર્દિક પંડ્યાને જ્યારે છેલ્લા સત્રમાં મુંબઈ ઇન્ડિયન્સના કેપ્ટન તરીકે પસંદ કરવામાં આવ્યા તે સમયે માર્ક બાઉચર તેમના મુખ્ય કોચ રહ્યા હતા. માર્ક બાઉચર ને લાગે છે કે, ભારતની તાજેતરની સફળતા મુંબઈ ઇન્ડિયન્સના ડ્રેસિંગ રૂમમાં મહત્વપૂર્ણ ખેલાડીઓના સંબંધમાં સુધારો થશે.