Ahmedabad Flower Show: અમદાવાદના પાલડી વિસ્તારમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ભવ્ય ફ્લાવર શૉ (Flower Show) 2025નો ત્રીજી જાન્યુઆરીથી પ્રારંભ થયો છે.જે 24મી જાન્યુઆરી સુધી ચાલુ રહેશે. ફ્લાવર શૉ (Flower Show) માં પ્રિ-વેડિંગ અને ફિલ્મ શૂટિંગ કરવા ઈચ્છતા લોકો નિયમ મુજબનો ચાર્જ ભરીને શૂટિંગ કરી શકશે. આ દરમિયાન ફ્લાવર શૉ (Flower Show) ની ટિકિટમાં કૌભાંડ થયાના ઘટસ્ફોટ થયો છે. ઓનલાઇન ટિકિટનું વેચાણ બંધ થયા પછી પ્રિન્ટ કરેલી ટિકિટ મળી આવી છે.
પ્રિન્ટ કરેલી ટિકિટ મળી આવી
મળતી માહિતી અનુસાર, રિવરફ્રન્ટ ખાતે યોજાયેલ ફ્લાવર શો (Flower Show) માં લોકો પાસેથી પ્રિન્ટ કરેલી ટિકિટ મળી આવી છે. 70 રૂપિયા દરની 27 અને 100 રૂપિયાના દરની 25 ટિકિટ મળી આવી છે. અસલી ટિકિટ જેવી પ્રિન્ટ કરેલી ટિકિટ મળી આવી. ફ્લાવર શો (Flower Show) જોવા આવેલા લોકો પાસેથી પ્રિન્ટ કરેલી 52 ટિકિટ મળી હતી. આ મામલે રીવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ફ્લાવર ‘શૉ 24મી જાન્યુઆરી સુધી ચાલુ રહેશે
ફ્લાવર શૉ (Flower Show) ની મુલાકાતે આવતા 12 વર્ષથી ઉપરના દરેક વ્યક્તિને ટિકિટ લેવાની રહેશે. જેમાં સોમવારથી શુક્રવાર દરમિયાન 70 રૂપિયા અને શનિવાર-રવિવારમાં 100 રૂપિયા ફી રહેશે. જ્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન સ્કૂલના વિદ્યાર્થીઓને નિઃશુલ્ક પ્રવેશ આપવામાં આવશે. જો કે, ફ્લાવર શૉ (Flower Show) માં આવતા ખાનગી સ્કૂલના વિદ્યાર્થીઓને 10 રૂપિયા ફી ભરવી પડશે. જ્યારે ફ્લાવર શૉ (Flower Show) માં 500 રૂપિયાની ફીમાં VIP એન્ટ્રી સવારે 9થી 10 અને રાત્રિના 10થી 11 વાગ્યાના સમયગાળામાં આપવામાં આવશે.