Accident : અકસ્માત જોવા ઉભા રહ્યાં અને મોત મળ્યું, સુત્રાપાડા હાઈવે પર પૂરપાટ આવતા ડમ્પરે 5 લોકોને કચડી નાખ્યા

Accident : ગીર સોમનાથ (Gir Somnath)માં કોડીનાર-સુત્રાપાડા હાઈવે (Kodinar-Sutrapada Highway) પર રાખેજ ગામના પાટિયા પાસે પૂરપાટ ઝડપે આવતા ડમ્પરે પાંચ લોકોને કચડી નાખ્યા છે. ડમ્પરની અડફેટે ચડેલા લોકો બાઇક અને ઇકો વચ્ચેનો અકસ્માત જોવા ઊભા હતા. જેમાં પાછળથી આવેલી રહેલી ટ્રકે લોકોને અડફેટે હતા. ઘટનામાં બે લોકોના મોત થયા હોવાની માહિતી સામે આવી છે.

રાખેજ ગામના ફાટક પાસે રાત્રે 8:30 કલાક આસપાસ બાઇક અને ઇકો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત બાદ ત્યાં જોવા અનેક લોકો ભેગા થયા હતા. તે સમયે સુત્રાપાડા તરફથી પૂરપાટ ઝડપે આવી રહેલા ટ્રકના ચાલકે કાબુ ગુમાવતા ટ્રક પલટી મારી હતી. આ ઘટનામાં ત્યાં ઉભેલા બે લોકો ટ્રક નીચે દબાયા હતા. જેમાં જેસીબીની મદદથી ટ્રકને ઊંચો કરી બંનેના મૃતદેહોને બહાર કાઢ્યા હતા અને કોડીનારની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડયા હતા.

અકસ્માતના CCTV ફૂટેજ વાયરલ
અકસ્માતની ઘટનાના ચોંકાવનારા CCTV પણ વાઈરલ થઈ રહ્યાં છે. જેમાં ફાટક નજીક લોકો ઊભા છે ટ્રેકટર સુત્રાપાડા તરફથી કોડીનાર તરફ આવી રહ્યું છે અને કોડિનાર તરફથી એક કાર સુત્રાપાડા જઈ રહી છે. જેમાં ટ્રેકટર અને કાર એક બીજાને સામ સામે ક્રોસ કરી રહ્યા હતા એવા સમયે પૂરપાટ ઝડપે ટ્રેકટર પાછળ આવી રહેલા ડમ્પર ચાલકે કાબુ ગુમાવ્યું અને ટ્રેક્ટરને ટક્કર માર્યા બાદ નીચે ઉભેલા લોકો પર પલટી મારી હતી.

બાઇક અને ઇકો કાર વચ્ચે અકસ્માત થયો હતો
અકસ્માતની ભયાનક ઘટના બનતા લોકોના ટોળા એકઠા થયા હતા. બીજી તરફ પોલીસનો મોટો કાફલો અહીં પહોંચ્યો હતો. જેમાં રોષે ભરાયેલા ટોળાએ ખાનગી સિમેન્ટ કંપનીના ટ્રકોને રોકાવી દીધા છે તેમજ ટ્રક ચાલક ઇજાગ્રસ્ત થયો છે જેને કોડીનારની રાણાવાળા હોસ્પિટલ ખસેડાયો છે. જો કે તે પહેલા 8:30 કલાકે ઇકો કાર અને બાઇક વચે અકસ્માત સર્જાયો હતો જેમાં પણ બાઈક ચાલકની હાલત ગંભીર છે જેને જૂનાગઢ ખસેડાયો છે.

ગામ લોકોએ મૃતદેહ રસ્તા પર મૂકી કર્યો ચક્કાજામ
અકસ્માતના પગલે સવારે ગામ લોકોએ રોડ પર મૃતદેહ મુકીને ચક્કાજામ કર્યો છે. લોકોએ ચક્કાજામ કરીને સુત્રાપાડા કોડીનારનો વાહન વ્યવહાર અટકાવ્યો હતો. ગામ લોકોની માંગ છે કે, મૃતકોના પરિવારને વળતર મળે. અહીંથી પસાર થતા કંપનીના વાહનોને કારણે અવારનવાર અકસ્માત સર્જાઈ છે. જેમા લોકોના જીવ જાય છે. આ સાથે ગામ લોકની વધુ એક માંગ છે કે, ગામના ફાટક નજીક સર્વિસ રોડ આપવામાં આવે.

તથ્યકાંડ જેવી ઘટના
અમદાવાદમાં ઇસ્કોન બ્રિજ પર ગત 20મી જુલાઈ 2023ના રાત્રીના સમયે પુરપાટ સ્પીડે જેગુઆર ગાડી હંકારીને તથ્ય પટેલે 9 લોકોના મોતને ઘાટ ઉતાર્યા હતા. આ કેસમાં તથ્ય પટેલ હાલ જેલમાં છે. આવી જ ઘટના આજે સુત્રપાડા હાઇવે પર બની છે.


WhatsApp Channel


You Can also Follow us on Social Media
Youtube  | Facebook | Instagram | X (Twitter) | WhatsApp
Scroll to Top