Mahakumbh 2025: મહાકુંભમાં નાસભાગના બીજા દિવસે મેળા વિસ્તારમાં આગ લાગી:ઘણા પંડાલ બળી ગયા, ફાયર બ્રિગેડ પહોંચી; 19 જાન્યુઆરીએ આગમાં 180 પંડાલ સળગ્યા હતાસેક્ટર-22માં ઘણા પંડાલ સળગી ગયા છે. ફાયરબ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. આગ પર કાબુ મેળવવાના પ્રયાસો ચાલુ છે.જે જગ્યાએ આગ લાગી ત્યાં કોઈ પબ્લિક નહોતી, તેથી કોઈ જાનહાનિના અહેવાલ નથી. વરિષ્ઠ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. જોકે, આગ લાગવા પાછળનું કારણ સામે આવ્યું નથી.
આ પેહલા 19 જાન્યુઆરીએ આગ લાગી હતી.
મહાકુંભ (Mahakumbh) ના મેળા વિસ્તારમાં 19 જાન્યુઆરીએ સાંજે 4.30 વાગ્યે આગ લાગી હતી. શાસ્ત્રી બ્રિજ પાસે સેક્ટર 19માં ગીતા પ્રેસના કેમ્પમાં આગ લાગી હતી. આગમાં ગીતા પ્રેસની 180 પંડાલ બળીને ખાખ થઈ ગયા હતા.મહાકુંભ (Mahakumbh) પ્રશાસનના જણાવ્યા અનુસાર ગીતા પ્રેસના રસોડામાં નાના સિલિન્ડરમાંથી ચા બનાવતી વખતે ગેસ લીક થવાને કારણે આગ લાગી હતી. આગના કારણે રસોડામાં રાખેલા બે ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયા હતા. અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ ન હતી.
ગઈ કાલે કુંભમેળામાં 30 લોકોના મોત થયા હતા
મૌની અમાવસ્યા નિમિત્તે મંગળવારે વહેલી સવારથી શાહી સ્નાન ચાલી રહ્યું હતું. આ દરમિયાન આ ઘટના બની હતી. પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે, અચાનક મહિલા ભીડમાં શ્વાસ ઘુટાવવાથી બેભાન થઇ જતા ભીડે બેરેકેટ તોડી ઘાટ પર બેઠેલા લોકો પર ચઢી ગયો હતો.જેના કારણે અનેક લોકો ઘાયલ થયા અને 30 થી વધુના મોત થયા હતા.આ ઘટના બાદ સંગમના કિનારે નાસભાગ મચી હતી.આ નાસભાગ બાદ તમામ અખાડાઓએ અમૃતમાં સ્નાન કરવાનો ઇનકાર કરી દીધો હતો.આ ઉપરાંત તમામ અખાડાઓના સંતોએ અમૃત સ્નાન કરવાની ના પાડી દીધી છે. અખિલ ભારતીય અખાડા પરિષદના પ્રમુખ શ્રી મહંત રવિન્દ્ર પુરીએ કહ્યું કે અકસ્માત બાદ અખાડાઓ અમૃતસ્નાન કરશે નહીં.