Farmers: પરેશ ગોસ્વામીએ સરકારને આપ્યું અલ્ટીમેટમ

Farmers

Farmers: રાજ્યમાં મગફળીની ખરીદીનો સીઝન શરૂ થતાં જ ફરી એકવાર કૌભાંડની આશંકાઓ વચ્ચે કિસાન સહકાર સમિતિએ કડક વલણ અપનાવ્યું છે. સમાજસેવી પરેશ ગોસ્વામીએ સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કરીને જાહેરાત કરી છે કે જો મગફળીની ખરીદીમાં કોઈપણ પ્રકારનું કૌભાંડ થશે, તો સમિતિની ટીમ ‘જનતા રેડ’ પાડશે. પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે રાજ્યના દરેક ગોડાઉનમાં આવનારા દિવસોમાં લોકોની હાજરીમાં દરોડા પાડવામાં આવશે. તેમનું મંતવ્ય છે કે ખેડૂતોને મગફળીના પૂરતા અને ન્યાયસંગત ભાવ મળવા જોઈએ. તેઓએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, “ટેકાના ભાવે ખરીદી થયા બાદ જો ગોડાઉનમાં ગડબડ જોવા મળશે, તો અમે લોકો સાથે જઈને જનતા રેડ પાડશું.”

પરેશ ગોસ્વામીએ સરકારને પણ ચેતવણી આપી છે કે જો કોઈ કૌભાંડ બહાર આવશે તો સરકારે તરત અને કડક કાર્યવાહી કરવી પડશે. તેમના અનુસાર દર વર્ષે મગફળીની ખરીદી બાદ અનેક કૌભાંડો સામે આવતા રહ્યા છે, જે Farmers ના હિતોને નુકસાન પહોંચાડે છે. કિસાન સહકાર સમિતિનો આ નિર્ણય ખેડૂતોમાં આશાનું સૂર જગાવી રહ્યો છે. હવે જોવાની વાત એ છે કે ગોસ્વામીની આ જનતા રેડ પહેલ મગફળી ખરીદીમાં પારદર્શિતાને કેટલો વેગ આપે છે અને આ વર્ષે ખેડૂતોને યોગ્ય ભાવ મળે છે કે નહીં.

આ પણ વાંચો – BJP Gujarat: ઋષિ ભારતી બાપુનું જાહેરમાં મોટું નિવેદન

Scroll to Top