Gandhinagar News: ગાંધીનગર LCB (લોકલ ક્રાઈમ બ્રાંચ) એ અડાલજ વિસ્તારમાં લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા લોકો સામે મોટી કાર્યવાહી કરી છે. પોલીસે ઝુંડાલ નર્મદા કેનાલની બાજુમાં આવેલ એક ગોડાઉનમાં દરોડો પાડીગોડાઉનમાં અમૂલનું નકલી ઘી અને ગુટકા બનાવવાનું કારખાનું ગાંધીનગર એલસીબીએ દરોડો પાડીને ઝડપી લીધું છે અને ચાર શખ્સોને પકડી 8.31 લાખ રૂ પિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
અડાલજ નર્મદા કેનાલની બાજુમાં આવેલા ફાર્મ હાઉસના ગોડાઉનમાં કેટલાક ઇસમો ભેગા મળીને નકલી ઘી અને પાન મસાલા બનાવવાનું કામ કરે છે તેવી બાતમીના આધારે એલસીબીની ટીમે દરોડો પાડ્યો હતો.
દરોડા દરમિયાન ગોડાઉનમાં નકલી ગુટકા અને અમૂલનું ઘી બનાવવામાં આવતું હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે અહીંથી પાન મસાલા બનાવવાનું મશીન ઘીના પાઉચ પેકિંગ કરવાનું ઇલેક્ટ્રીક મશીન, અમુલ શુદ્ધ ઘી લખેલા માર્કવાળા 329 પાઉચ તેમજ અન્ય ચીજ વસ્તુઓ મળીને કુલ 8.31 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી લીધો હતો.
પોલીસે સ્થળ પરથી ઋષિ ઉર્ફે સચિન સુરેશચંદ્ર વાજપેઈ (રહે, પાર્વતી નંદન એપાર્ટમેન્ટ સરખેજ, મૂળ ઉત્તર પ્રદેશ), કનૈયાલાલ દુજતીલાલ રમદાસ, શશાંક વિજય કુમાર તિવારી અને હિમાંશુ શ્રવણકુમાર તિવારી રહે ચાંગોદર મૂળ ઉત્તર પ્રદેશને ઝડપી લીધા હતા.
અને આ સંદર્ભે અડાલજ પોલીસમાં જાણવાજો દાખલ કરાવી ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગને જાણ કરવામાં આવી હતી. આ શખ્સો દ્વારા નકલી ઘીનો જથ્થો ક્યાં ક્યાં આપવામાં આવતો હતો તે જાણવા પણ તપાસ કરવામાં આવી રહી છે. નકલી ગુટખા અને ઘી બનાવવાની ફેક્ટરી ચાલી રહી હતી. આ દરોડામાં પકડાયેલા નકલી ઉત્પાદનોમાં વિમલ, મહક સિલ્વર, તાનસેન ગુટખા-પાન મસાલા, બુધાલાલ તમાકુ અને અમુલ ઘી શામેલ હતા.