નકલી EDની ટીમની અસલી રેડ, એક ભૂલ અને પોલીસે………..

– નકલી ED ઓફિસરનાં પગ ડગમગી ગયા
– વેપારીઓને ધમકી આપી તોડ કરનારા આઠ શખસની ધરપકડ
– પોલીસે 8 શખ્સને વિવિધ સ્થળ પરથી ઝડપી પાડ્યા

ગુજરતમાં નકલીનો રાફડો ફાટીયો છે. જ્યા જોવો ત્યા નકલી નકલીને નકલી જોવા મળી રહ્યું છે. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ થોડા દિવસો પહેલા નિવેદન આપ્યું હતું કે નકલી અને અસામાજીક તત્વોને તાટીયા તોડ સજા આપવામાં આવશે. જે આજે ગુજરાત પોલીસે કરી બતાવ્યું છે. એક નકલી ED અધિકારીને પોલીસે ઝડપી એવી સર્વિસ કરવામાં આવી કે તેના પગ ડગમગી ગયા હતા.

નકલી ED ઓફિસરનાં પગ ડગમગી ગયા

મીડિયા અહેવાલ અનુસાર આ નકલી અધિકારી કચ્છના ગાંધીધામ સહિતના વિસ્તારમાં EDના નકલી અધિકારીઓ વેપારી, ઉધોગપતિ અને જેવલરી શોપના લોકોને નિશાને બનાવાના ફિરાકમાં હતો. સમગ્ર ઘટનાની જાણ પૂર્વ કચ્છ પોલીસને થતા આ આરોપીને ઝડપી પાડ્યો હતો. LCBએ અમદાવાદ, ભુજ અને ગાંધીધામ વિસ્તારમાંથી આઠથી વધુ આરોપીને પકડી પાડ્યા હતા

ગુજરાતમાં નકલીની ભરમાર

આ પહેલા પણ ગુજરાતમાં નકલી જજ, કોર્ટ, પોલીસ,પીએમઓ અધિકારી સહિત નકલીના અધિકારીએ પોલીસના સાણસામાં આવી ગયા છે. હવે ફરીથી ગુજરાતમાં નકલી એન્ફોર્સમેન્ટ ડિરોક્ટોરેટનો અધિકારી ઝડપાતા ખળભળાટ મચી ગયો હતો. પોલીસ આરોપીને પકડી વધુ પુછપરછ હાથ ઘરી છે. પરંતુ આવા નકલી લોકો ક્યા સુધી કામ કરતા રહેશો. ગુજરાતની પોલીસ તમને ગમે ત્યાથી પકડી પાડશે.

 

 

 

Scroll to Top