Maharasht ના ભંડારામાં વિસ્ફોટ, 5 ના મોત અનેક ઘાયલ

Maharasht Explosion: મહારાષ્ટ્રના ભંડારા જિલ્લાના જવાહરનગરમાં ઓર્ડનન્સ ફેક્ટરીમાં મોટો અકસ્માત થયો છે.આ વિસ્ફોટ (Explosion) માં 5 લોકોના મોત થયા છે. જ્યારે આ ઘટનામાં મૃત્યુઆંક વધી શકે છે. આ અકસ્માત આજે સવારે 11 વાગ્યે થયો હતો. માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ કાર્ય શરૂ કર્યું હતું. ફાયર બ્રિગેડની ટીમ ફેક્ટરીમાં લાગેલી આગને ઓલવવામાં લાગી છે.

ભંડારામાં ઓર્ડનન્સ ફેક્ટરીમાં વિસ્ફોટ

આ અકસ્માતમાં કેટલાક લોકો ઘાયલ પણ થયા છે. તેને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર વિસ્ફોટનો અવાજ ચારથી પાંચ કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો. અવાજ સાંભળીને આસપાસના લોકો ફેક્ટરી તરફ દોડી આવ્યા હતા. ફેક્ટરીમાંથી આગની જ્વાળાઓ ઉછળતી જોવા મળી હતી. મળતી માહિતી અનુસાર આ વિસ્ફોટ જવાહરનગર સ્થિત ફેક્ટરીના C સેક્શન 23 બિલ્ડિંગમાં થયો હતો. પોલીસની સાથે ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.

વિસ્ફોટ જવાહરનગર સ્થિત ફેક્ટરીના C સેક્શન 23 બિલ્ડિંગમાં થયો

અકસ્માત બાદ કારખાનામાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. ફેક્ટરીમાં કામ કરતા તમામ કામદારોને બહાર કાઢવામાં આવ્યા છે. ફેક્ટરીમાં બ્લાસ્ટ શા માટે થયો તે હજુ સુધી જાણી શકાયું નથી. ફેક્ટરીના અધિકારીઓનું કહેવું છે કે અકસ્માતની તપાસ કરવામાં આવશે. વિસ્ફોટમાં જીવ ગુમાવનારા લોકોના ચહેરા ખરાબ રીતે દાઝી ગયા છે. ઘાયલોની હાલત પણ નાજુક છે.

પોલીસ ઘટના સ્થળે પહોંચ્ચી

ત્યાં એક ઈમારતની છત પડી ગઈ છે. ઘણા કર્મચારીઓ હજુ પણ કાટમાળ નીચે દટાયેલા છે. રેસ્ક્યુ ટીમ કાટમાળ હટાવી રહી છે. કાટમાળ હટાવવા માટે જેસીબી મંગાવવામાં આવ્યો છે. ફેક્ટરીના કેટલાક ભાગોમાં હજુ પણ આગ ફેલાઈ રહી છે. બ્લાસ્ટના કારણે કર્મચારીઓમાં ગભરાટનો માહોલ છે. આ દરમિયાન તબીબોની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. ફેક્ટરીમાં અનેક એમ્બ્યુલન્સને પણ બોલાવવામાં આવી છે.

 

 

 

Scroll to Top