ગુજરાતમમાં નકલી અધિકારીઓની ભરમાર ચાલી રહ્યો છે. જેમાં નકલી અધિકારીઓ સુધી તો ઠીક પરંતુ નકલી CMO અને નકલી PMO પણ બહાર આવી રહ્યા છે. જેમાં આ નકલી અધિકારી બનીને પ્રજાને લૂંટી રહ્યા છે. સ્વાભાવિક રીતે નકલી અધિકારી પકડવાવાથી નકલી અધિકારી ખતમ થઈ જવા જોઈએ. પંરતુ આ ઘટના દિવસેને દિવસે વધી રહી છે. ગુજરાતમાં કાયદા-અને વ્યવસ્થાનો ડર જ નથી રહ્યો તેવું લાગી રહ્યું છે. જો કડક કાયદો હોય તો નકલી અધિકારી સામે આવે જ નહીં. જોવો ન્યૂઝરૂમ પર નકલી અધિકારી પર વિશેષ અહેવાલ
ભાજપના જ કોર્પોરેટેર નકલી અધિકારીના નામે લોકો પાસેથી રૂપિયા પડાવતો
છેલ્લા 1 વર્ષમાં ગુજરાતમાં પકડાયેલા નકલી અધિકારીઓની વાત કરીયે તો વર્ષ 2023ના નવેમ્બર મહિનામાં વડોદરામાંથી નકલી CMO મળી આવ્યા હતા. તો થોડા દિવસ પછી ગાંધીનગરમાંથી પણ નકળી અધિકારી મળી આવ્યા હતા. ગુજરાતમાં છેલ્લા 3 વર્ષમાં સતત નકલી અધિકારીનો ભરમાર જોવા મળ્યો હતો. જ્યારે સૌથી વધુ વર્ષ 2024ના સપ્ટેમ્બર મહિનામાં 5 નકલી અધિકારી પકડાયા હતા. ભાજપની સરકારમાં ભાજપના જ કોર્પોરેટેર નકલી અધિકારીના નામે લોકો પાસેથી રૂપિયા પડાવતો હતો. છેલ્લા એક વર્ષમાં જરાતમાં નકલી અધિકારીઓનો રાફડો ફાટ્યો છે.
ગુજરાત સરકાર કર્યવાહી કરવામા નિષ્ફળ
આ નકલી અધિકારી સામે ન ગુજરાત સરકાર કે પોલીસ પણ કર્યવાહી કરવામા નિષ્ફળ જોવા મળી છે. કારણકે અત્યાર સુધીમાં જે પણ નકલી અધિકારી ઝડપાયા છે. તેઓ કંઈકને કંઈક રીતે ભાજપ સાથે સંકળાયેલા છે. તેનો સીધો અર્થ એથાઈ કે, આડકતરી રીતે તો આ નકલી અધિકરીઓના કોઈ સંપર્કમાં તો છે. અને જો સંપર્કમાં ન હોય તો કોઈ પણ વ્યક્તિ નકલી cmo સુધી કેવી રીતે પહોંચી શકે? આટલા બધા નકલી cmo અને pmo બનીને આટલા બધા લોકોને ઠગી જાય છે, છતા તંત્ર નિંદ્રા અવસ્થામાં કેમ જોવા મળે છે.?
સરકારે કડક કાયદો ઘડવો જોઈએ
સરકારને ખબર જ નથી હોતી કે, રાજ્યમાં નકલી કોર્ટ, નકલી cmo, અને PMO બની જોય છે. આ ઘટનામાં તંત્ર કેટલા હદ સુધી બેદરકાર કહેવાઈ. રાજ્યાની સામન્ય પ્રજા ઠગાઈ રહી છે. આ ઉપરાંત રાજ્યમાં કેટલાઈ જીલ્લામાં નકલી અધિકારીઓ હશે. જે લોકોને ઠગીને રૂપિયા પડાવતી હશી.ખરેખર તંત્રએ ઘોર ઊંઘમાંથી ઊઠીને આ નકલી અધિકારી સામે કડક કાયદો બનાવી કાર્યવાહી કરવી જોઈએ.