ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી ભાજપની સરકાર સતા પર છે. આ 30 વર્ષ દરમિયાન ભાજપ સતત મેહનત કરી રહ્યું છે કે, ગ્રામીણ વિસ્તરમાં પક્ષની વોટ-બેન્ક વધે તે માટે સતત પ્રયત્ન કરી રહ્યા છે. આ સ્થતિમાં ભાજપ આવનારી સ્થાનિક સ્વરાજની ચુંટણી પહેલા નગરપાલિકાઓની ચુંટણી કરવી શકે છે. આ ચૂંટણીના પરીણામ આધારે ગ્રામપંચાયતની ચુંટણી થઈ શકે છે. ત્યારે વાંચો ન્યૂઝરૂમનો વિશેષ અહેવાલ
ડિસેમ્બરના પહેલા સપ્તાહ સુધીમાં ચુંટણીપંચ જાહેરનામું બહાર પડી શકે
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 27 ટકા ઓબીસી અનામતની જોગવાઈ લાગુ કરવાની હોવાથી આ ચૂંટણી પાછી ઠલવાઈ રહી છે. આ બધાની વચ્ચે સુત્રો પાછેથી નવેમ્બર મહિનાના છેલ્લા સપ્તાહમાં કે, ડિસેમ્બરના પહેલા સપ્તાહ સુધીમાં ચુંટણીપંચ જાહેરનામું બહાર પડી શકે તેવી શક્યતાઓ હાલમાં જોવાઈ રહી છે. તમને જણાવી દઈએ કે, છેલ્લા 2 વર્ષથી રાજ્યની 2 જિલ્લા પંચાયતો ખેડા અને બનાસકાંઠા તેમજ રાજ્યના 17 તાલુકા પંચાયત અને 4765 ગ્રામપંચાયત અને 78 નગરપાલિકાઓની ચુંટણી સ્થગિત કરવામાં આવી હતી.
90% બેઠકો પર ભાજપના ઉમેદવારોનો દબદબો જોવા મળીયો હતો
13 નવેમ્બરના રોજ ઝારખંડ અને મહારાષ્ટની વિધાનસભાની ચુંટણીનું મતદાન યોજવાનું છે. જ્યારે 20 નવેમ્બરના રોજ બીજા તબ્બકામાં મતદાન યોજાવાનું છે. જ્યારે બીજી બાજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં લોકાર્પણ કરવા માટે આવવાના છે. તેથી ચુંટણીઓ યોજાય તેવું દેખાઈ રહ્યું. તમને જણાવી દઈએ કે, વર્ષ 2021ની સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં પણ મહાનગરપાલિકાઓની ચુંટણી અને મતગણતરી નગરપાલિકાઓની ચુંટણી અને ગ્રામપંચાયતોની ચુંટણી પહેલા યોજવામાં આવી હતી.જેમાં 90% બેઠકો પર ભાજપના ઉમેદવારોનો દબદબો જોવા મળીયો હતો. પરંતુ આ વખતે ગ્રામીણ ક્ષેત્રે ભાજપ માટે કઠિન પરિસ્થતી સર્જાઈ શકે છે. જેમાં ક્ષત્રિય આંદોલન તેમજ ખેડૂતોનો આક્રોશ જેવા પાસ નડી રહ્યા છે. તો હવે જોવું રહ્યું કે, સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીઓની તારીખો ક્યારે જાહેર થાય છે.