Explainer: ભાજપના નવા અધ્યક્ષ કોણ હશે? જાણો આ નામ છે ચર્ચામાં

રાષ્ટ્રીય સ્તરે ભાજપ હાઈકમાન્ડે નવી રાજકિય વ્યૂહરચન બનાવી રહ્યા હોય તેવું લાગી રહ્યા છે. વિવિધ રાજ્યમાં ચૂંટણી અને પેટાચૂંટણી આવી રહી છે. ઝારખંડ અને મહારાષ્ટ્ર સાથે દેશના વિવિધ રાજ્યમાં પેટચૂંટણી આવી રહી છે. ત્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડાનો કાર્યકળ સમાપ્ત થઈ ગયો છે. તેમનું સ્થાન કોને આપવું તેને લઈને ભાજપમાં સતત મિટીંગોના દોર ચાલી રહ્યા છે.

5 ડિસેમ્બર સુધી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષનો કાર્યકાળ લંબાવામાં આવ્યો

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડાનો કાર્યકાળ આ વર્ષે જાન્યુઆરીમાં સમાપ્ત થઈ ગયો હતો. પરંતુ લોકસભાની ચૂંટણી નજીક હોવાથી તેમનો કાર્યકાળ લંબાવામાં આવ્યો હતો. જુલાઈમાં નડ્ડાનો કાર્યકાળ 6 મહિના સુધી લંબાવામાં આવ્યો હતો. જ્યારે ફરીથી 15 ડિસેમ્બર સુધી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષનો કાર્યકાળ લંબાવામાં આવ્યો છે. રાજ્ય સંગઠનોને પણ ભાજપ હાઈકમાન્ડે સૂચના આપી છે કે, 15 ડિસેમ્બર પહેલા ચુંટણીઓ સમાપ્ત કરવામાં આવે. નડ્ડાના સ્થાને કોણ તેની ચર્ચા સંઘ પણ કરી રહ્યું છે. સંઘના નેતાઓના પણ અભિપ્રાય લેવામાં આવી રહ્યા છે. સૂત્રોના મતે ભાજપ દક્ષિણ ભારતના કોઈ નેતાને રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવી શકે છે. લમાં દક્ષિણ ભારતના ભાજપના મોટા નેતા પ્રહલાદ જોશી, એલ મુરુગન, જી. કિશન રેડ્ડી, કે. અન્નામલાઈ, કે. ઈશ્વરપ્પા, નિર્મલા સીતારમણ સામેલ છે.

રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે 7 નામો ખુબ ચર્ચામાં

રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે 7 નામો ખુબ ચર્ચામાં આવ્યા છે. આ 7 નેતાઓ માંથી 3 નેતા હાલમાં નરેન્દ્રમોદીના મંત્રીમંડળમાં સ્થાન ધરાવે છે. મહત્વની વાતએ છે કે, ભાજપ કેમ દક્ષિણ ભારતના નેતાઓને જ રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવા માંગે છે. દક્ષિણ ભારતમાં ભાજપની સીટો સૌથી ઓછી છે. ત્યા ચુંટણી જીતવા માટે ભાજપની દરેક રણનીતિ ખોટી પડી રહી છે. ત્યારે ભાજપ અને સંઘ ઈચ્છા ધરાવે છે કે, અગામી રાષ્ટ્રીય અધ્યક્ષ દક્ષિણ ભારતમાંથી કોઈ હોય. આ સાથે સાથે ભાજપે ગુજરાતમાં પણ નવા રાષ્ટ્રીય અધ્યક્ષની નિમુંણક કરવાની છે. ત્યારે જોવાનું રહ્યું કે, ગુજરાતમાં અને રાષ્ટ્રીય સ્તરે કોણ બનશે નવા અધ્યક્ષ.

 

 

 

 

Scroll to Top