Entertainment : મલાઇકા અરોરા શ્રીલંકન ક્રિકેટરના પ્રેમમાં પડી !

બોલિવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરા ઘણીવાર તેની સ્ટાઇલ, ડાન્સ અને તેની પર્સનલ લાઈફને કારણે સમાચારમાં રહે છે. ખાસ કરીને અર્જુન કપૂર સાથેના તેના બ્રેકઅપના સમાચારની ખૂબ ચર્ચા થઈ હતી. બંને છેલ્લા ઘણા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં હતાં. જોકે હવે લાગી રહ્યું છે કે મલાઈકા બ્રેકઅપના દર્દમાંથી બહાર આવી ગઈ છે અને પોતાના જીવનમાં આગળ વધી ગઈ છે. ગઈકાલની IPL મેચ બાદ એક્ટ્રેસના ડેટિંગના સમાચારે વેગ પકડ્યો છે.

મલાઈકા અરોરાને મળ્યો નવો પ્રેમ!
મલાઈકા અરોરા તેની પર્સનલ લાઈફને કારણે પણ ચર્ચામાં છે. આવી સ્થિતિમાં, IPL 2025 દરમિયાન તેનું નામ એક શ્રીલંકન ક્રિકેટર સાથે જોડાઈ રહ્યું છે, જેની સાથે તેનો ફોટો પણ વાઈરલ થઈ રહ્યો છે. રવિવારે ચેન્નઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાયેલી મેચમાં મલાઈકા રાજસ્થાન ટીમને સપોર્ટ કરતી જોવા મળી હતી. આ દરમિયાન ટીમના ડિરેક્ટર ઓફ ક્રિકેટ કુમાર સંગાકારા પણ તેમની સાથે હાજર હતા. બંને એકસાથે દેખાતાં હવે તેમના ડેટિંગની અફવાઓ ચર્ચાનો વિષય છે. બંનેના ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાઈરલ થઈ રહ્યા છે. જોકે, એક્ટ્રેસ દ્વારા હજુ સુધી આ અંગે કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.

Stylish Malaika Arora Pic Talk - Malaika Arora Sexy Stylish Outfit -

કોણ છે કુમાર સંગાકારા?
કુમાર સંગાકારા શ્રીલંકાના પૂર્વ ક્રિકેટર છે. તેના ક્રિકેટ કરિયરની વાત કરવામાં આવે તો એ 2000થી 2015 વચ્ચે રહ્યું હતું. ઉપરાંત તે તમામ ફોર્મેટમાં ટીમના કેપ્ટન પણ રહી ચૂક્યા છે. તેના લગ્ન 2003માં યેહાલી સંગાકારા સાથે થયા હતા. તેમને બે સંતાન (એક દીકરો અને એક દીકરી) પણ છે. હાલ તે રાજસ્થાન રોયલ્સની ટીમના ડિરેક્ટર ઓફ ક્રિકેટ છે.

બ્રેકઅપ બાદ મલાઇકાએ કહી હતી આ વાત
મલાઇકા અરોરાએ ગ્લોબલ સ્પા મેગેઝિનને આપેલા ઇન્ટરવ્યૂમાં પર્સનલ લાઈફ વિશે ખૂલીને વાત કરી હતી. અર્જુન સાથે બ્રેકઅપના સવાલ પર તેણે અહીં પહેલીવાર જવાબ આપ્યો હતો. મલાઇકાએ અર્જુન સાથેના બ્રેકઅપ પર કહ્યું- મને ખાતરી છે કે મેં મારા જીવનમાં જે પણ નિર્ણય લીધો છે એ એકદમ સાચો છે. આ નિર્ણય મારા જીવનને પર્સનલ અને પ્રોફેશનલ રીતે આગળ લઈ જશે. મને કોઈ વાતનો અફસોસ નથી. હું મારી જાતને ભાગ્યશાળી માનું છું કે વસ્તુઓ અમે ઇચ્છતા હતા એ રીતે પૂરી થઈ ગઈ.

Malaika Arora finds love in cricketer Kumar Sangakkara?

મલાઈકાએ શેર કર્યો ક્રેઝી અનુભવ
એક્ટ્રેસ આજકાલ તે ટીવી શો ‘હિપ હોપ ઇન્ડિયા’ની બીજી સિઝનમાં જજ તરીકે જોવા મળી રહી છે. લાંબા સમયથી ફિલ્મોથી દૂર હોવા છતાં આજે પણ તેનું ફેન ફોલોઇંગ ખૂબ જ સારું છે. તાજેતરમાં ‘બોલિવૂડ બબલ’ સાથે એક્ટ્રેસે એક કિસ્સો શેર કર્યો હતો કે- એક દિવસ જ્યારે તે તૈયાર થઈને લિવિંગ રૂમમાં બહાર આવી તો એક અજાણી મહિલા પહેલેથી જ ત્યાં બેઠી હતી. તે ત્યાં કેવી રીતે આવી, શા માટે આવી કંઈ જ ખબર નથી. તે સમયે એક્ટ્રેસને પરસેવો છૂટી ગયો હતો કારણ કે તે જે રીતે બેઠી હતી અને તેના હાથમાં એક કાતર હતી. તેને જોતાં જ લાગી રહ્યું હતું કે તે એકદમ ક્રેઝી હતી. મલાઈકાએ વધુમાં કહ્યું કે- અંદરથી તે ગભરાઈ ગઈ હતી પણ ત્યારે તેને શાંત રહેવાનો પ્રયાસ કર્યો.

Malaika Arora's strapless hot pink gown featuring thigh-high slit deserves  all your attention: Watch video, pics | Fashion Trends - Hindustan Times

Scroll to Top