IND vs ENG: ઈંગ્લેન્ડે પ્રથમ T20 માટે પ્લેઈંગ ઈલેવનની કરી જાહેરાત, આ ઘાતક બોલરની એન્ટ્રી

IND vs ENG: ઈંગ્લેન્ડે ભારત સામેની પ્રથમ T20 માટે પોતાની પ્લેઈંગ ઈલેવનની જાહેરાત કરી દીધી છે. બેન ડકેટ અને ફિલ સોલ્ટ ઇનિંગની શરૂઆત કરશે. જ્યારે કેપ્ટન જોસ બટલર ત્રીજા નંબર પર રમતા જોવા મળશે. ખતરનાક ઝડપી બોલર જોફ્રા આર્ચરની પણ ટીમમાં વાપસી થઈ છે.ઈંગ્લેન્ડ (IND vs ENG) ની પ્લેઈંગ ઈલેવનમાં બેટિંગ ડિપાર્ટમેન્ટ ખૂબ જ મજબૂત દેખાય છે. 6 બેટ્સમેન T20ના નિષ્ણાત ખેલાડી છે. આ દરમિયાન સાતમા નંબર પર રમી રહેલ ઓલરાઉન્ડર જેમી ઓવરટન બેટથી શાનદાર ફોર્મમાં છે. ઈડન ગાર્ડન્સમાં રમાનારી પ્રથમ T20 મેચમાં ભારત અને ઈંગ્લેન્ડ (IND vs ENG)  વચ્ચે જોરદાર ટક્કર થઈ શકે છે.

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે જોરદાર ટક્કર થશે

કોલકતામાં રમાનારી પ્રથમ t20માં વિસ્ફોટક બેટ્સમેન ફિલ સોલ્ટ અને ડાબા હાથના બેટર બેન ડકેટ ઓપનિંગ કરશે. જ્યારે ત્રીજા નંબર પર T20 નિષ્ણાત જોસ બટલર આવશે. જ્યારે યુવા બેટર જેકબ બિથેલ અને હેરી બ્રુક મિડલ ઓર્ડરમાં રમતા જોવા મળશે.આ બેન્ને બેટર કોઈપણ બોલિંગ સામે ખતરો બની શકે છે.જ્યારે મેંચને ફિનીશ કરવા જવાબદારી લિયામ લિવિંગસ્ટોન અને ઓલરાઉન્ડર જેમી ઓવરટન પર છે. જ્યારે બોલીંગની વાત કરવામાં આવે તો ગસ એટકિન્સન, માર્ક વુડ અને જોફ્રા આર્ચરના રૂપમાં ત્રણ મુખ્ય ઝડપી બોલર છે. આ સિવાય જેમી ઓવરટન પણ ઝડપી બોલિંગ કરે છે. આદિલ રાશિદ મુખ્ય સ્પિનર ​​છે. લિયામ લિવિંગસ્ટોન પણ પાર્ટીઈમ બોલીંગ કરશે.

પ્રથમ T20 માટે ઈંગ્લેન્ડની પ્લેઈંગ ઈલેવન

ફિલ સોલ્ટ, બેન ડકેટ, જોસ બટલર (કેપ્ટન અને વિકેટકીપર), જેકબ બિથેલ, હેરી બ્રુક, લિયામ લિવિંગસ્ટોન, જેમી ઓવરટોન, જોફ્રા આર્ચર, આદિલ રશીદ, માર્ક વૂડ અને ગસ એટકિન્સન.

Scroll to Top