Elon Musk: મસ્કે બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટારર (keir starmer) ને પદ પરથી હટાવવા માટે તેમના સાથીદારો સાથે ગુપ્ત ચર્ચા કરી હતી. એલોન મસ્ક (Elon Musk) ઘણી વખત જાહેરમાં કીર સ્ટારમર (keir starmer) ના રાજીનામાની માંગ કરી ચૂક્યા છે. સ્ટારર પર મસ્ક (Elon Musk) ના હુમલાનું કારણ પાકિસ્તાની ગ્રુમિંગ ગેંગ છે. મસ્કે (Elon Musk) દાવો કર્યો છે કે, જ્યારે સ્ટારર પબ્લિક પ્રોસિક્યુશનના ડિરેક્ટર હતા ત્યારે તેમણે આ બાબતે યોગ્ય પગલાં લીધા ન હતા. મસ્ક (Elon Musk) નો આરોપ છે કે, 2008 અને 2013ની વચ્ચે સ્ટારમર ગોરી છોકરીઓ પર બળાત્કાર કરનાર પાકિસ્તાની ગ્રુમિંગ ગેંગ સામે કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહી હતી.
સાથીદારો સાથે ગુપ્ત ચર્ચા કરી
બ્રિટનમાં લેબર સરકારને અસ્થિર કરવાની અને અન્ય રાજકીય ચળવળો માટે સમર્થન મેળવવાની યોજના બનાવી છે. મસ્ક (Elon Musk) માને છે કે, પશ્ચિમી સંસ્કૃતિ જોખમમાં છે અને આ માટે તે બ્રિટનની વર્તમાન સરકારને જવાબદાર માને છે.એલોન મસ્કે (Elon Musk) અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પના ચૂંટણી અભિયાનને સમર્થન આપ્યું હતું. હવે તેઓ બ્રિટિશ રાજકારણમાં પણ પોતાનો પ્રભાવ બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. મસ્ક (Elon Musk) માને છે કે, તેમની મદદથી સત્તા પરિવર્તન શક્ય છે. કારણ કે તેમણે અમેરિકામાં ટ્રમ્પની જીત સાથે સાબિત કરી દિધું છે.
એલોન મસ્કે કીર સ્ટારમરના રાજીનામાની માંગ કરી
બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટારમર (keir starmer) ની સરકાર બેકફૂટ પર છે. તેનું કારણ એલોન મસ્કે લગાડેલા આરોપો છે. મસ્કના આક્ષેપો બાદ વિપક્ષી કન્ઝર્વેટિવ પાર્ટીએ ઉત્તર ઇંગ્લેન્ડમાં બાળકો સામેના દાયકાઓ જૂના જાતીય અપરાધોની નવી રાષ્ટ્રીય તપાસની માંગ કરી છે. સ્ટારમરે તેમના કાર્યકાળ દરમિયાન પાકિસ્તાની ગ્રુમિંગ ગેંગના મામલામાં યોગ્ય પગલાં લીધા ન હતા.