શિંદેની નારજીગી પર ફડણવીસનું સૂચક નિવેદન, જાણો શું કહ્યું

મહારાષ્ટ્રમાં લાંબા સમય બાદ આખરે દેવેન્દ્ર ફડણવીસ ત્રીજી વખત મુખ્યમંત્રી બની ગયા છે. જ્યારે એકનાથ શિંદે અને અજિત પવાર રાજ્યના નાયબ મુખ્યમંત્રી બન્યા છે. સરકાર બનાવવામાં આટલા વિલંબને કારણે એવું માનવામાં આવતું હતું કે મહાયુતિની અંદર બધું બરાબર નથી ચાલી રહ્યું. એકનાથ શિંદે ભાજપથી નારાજ હોવાનું સામે આવ્યું છે. નવી સરકારની શપથવિધિ થઈ ગઈ હોવા છતાં કેબિનેટને લગતો મામલો હજુ અટવાયેલો છે.

કેબિનેટ મંત્રીની ફળવણી અંગે અવઢવ

મહારાષ્ટ્રમાં સરકારની રચનામાં વિલંબ અને શિંદેની નારાજગી અંગે સીએમ ફડણવીસે કહ્યું કે મને નથી લાગતું કે એકનાથ શિંદે કોઈ મુદ્દા પર નારાજ હતા. એક જૂથ એવું ઈચ્છતું હતું કે શિંદેજી સંકલન સમિતિના અધ્યક્ષ બને પરંતુ કોઈ નારાજગી નહોતી. દિલ્હીમાં અમારી બેઠકમાં તેમણે સ્વીકાર્યું હતું કે જો ભાજપના વધુ ધારાસભ્યો હોય તો સીએમ ભાજપનો જ હોવો જોઈએ.

શિંદે ભાવનાત્મક સ્વભાવના વ્યક્તિ

સીએમ દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે એકનાથ શિંદે ભાવનાત્મક સ્વભાવના વ્યક્તિ છે. જ્યારે ડેપ્યુટી સીએમ અજિત પવાર વ્યવહારુ રાજકારણી છે. તેમણે સ્વીકાર્યું કે મહાયુતિ ગઠબંધને ખૂબ જ મહેનત કરી છે તેમ છતાં છેલ્લા અઢી વર્ષની યાત્રા ઉતાર-ચઢાવથી ભરેલી રહી છે. એકનાથ શિંદે નાયબ મુખ્યમંત્રી બનવા માંગતા ન હતા તેવા પ્રશ્નના જવાબમાં સીએમ ફડણવીસે કહ્યું, જો કોઈ પાર્ટીના વડા સરકારમાંથી બહાર હોય તો પાર્ટી યોગ્ય રીતે ચલાવી શકતી નથી. સીએમએ કહ્યું કે તેમણે એકનાથ શિંદેને આ વાત સમજાવી છે.

Scroll to Top