મહારાષ્ટ્રની વિધાનસભા ચૂંટણીમાં મહાયુતિ ગંઢબંધનને રેકોર્ડ જીત મળ્યા બાદ મુખ્યમંત્રી કોણ હશે તેના પર સસ્પેનસ જોવા મળી રહ્યો છે. મોદી અને શાહ સીએમ અંગે અવઠણમાં હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે એ વાત પાક્કી થઈ ગઈ છે કે મહારાષ્ટ્રના અગામી સીએમ એકનાથ શિંદે નહીં હોય. હવે ભાજપ હાઈકમાન્ડે મહારાષ્ટ્રના વિવિધ નેતા પાસે ફિડબેક લઈ નવા મહારાષ્ટ્રના સીએમ તરીકે શોધી રહ્યા છે. શિંદેએ ભાજપ હાઈકમાન્ડ પાસે મોટી માંગ કરી છે. એકનાથ શિંદેએ અમિત શાહની મુલાકાત કરી શિવસેનાનો પક્ષ રજૂ કર્યો અને 12 મંત્રીઓના પદની સાથે વિધાન પરિષદના અધ્યક્ષ પદની માંગણી કરી છે.
ભાજપે શિંદેને વિશ્વાસમાં લીધો
28 તારીખની મોડી રાત્રે અમિત શાહ સાથે થયેલી બેઠકમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી પદને લઈને કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ભાજપે શિંદેને વિશ્વાસમાં લઈ લીધા છે. શિવસેના માત્ર મહાયુતિની સાથે છે. શિવસેના પ્રમુખ એકનાથ શિંદે, બીજેપી નેતા દેવેન્દ્ર ફડણવીસ, એનસીપી ચીફ અજિત પવાર અને અન્ય મહાગઠબંધન નેતાઓ દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાને મળ્યા હતા. બેઠક બાદ શિંદે, ફડણવીસ અને અજિત પવાર દિલ્હીથી રવાના થયા હતા.
મારી અને શિવસેના પાર્ટીની ભૂમિકા સ્પષ્ટ કરી
ન્યૂઝ એજન્સી સાથે વાત કરતા શિદેએ કહ્યું કે અમિત શાહે સામે મારી અને શિવસેના પાર્ટીની ભૂમિકા સ્પષ્ટ કરી હતી. તેમને મહાયુત્રીના સીએમને લઈ કોઈ વાંધો નથી. આ ‘લાડલા ભાઈ’ દિલ્હી આવ્યા છે અને ‘લાડલા ભાઈ’ મારા માટે અન્ય કોઈપણ પદ કરતાં ઉચ્ચુ પદ છે. શિવસેના પ્રમુખ એકનાથ શિંદેએ ખુદને મુખ્યમંત્રીની રેસમાંથી બાકાત રાખ્યા છે અને બીજેપીના સીએમ સ્વીકારવા માટે પણ સંમતિ દર્શાવી છે.
અમિત શાહે મહારાષ્ટ્રના નેતાઓ પાસેથી ફીડબેક લીધા
રાજ્યના રાજકીય સમીકરણો પર શિંદેના મુખ્યમંત્રી ન બનવાની અસર અંગે પ્રતિક્રિયા આપી. મહારાષ્ટ્રના મરાઠા મતદારો પર પડેલી અસર અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા. શિંદે-ફડણવીસ અને અજિત પવાર સાથેની બેઠક પહેલા અમિત શાહ સતત મહારાષ્ટ્રના નેતાઓ પાસેથી ફીડબેક લઈ રહ્યા છે અને નવા સીએમના નામે રાજકીય લાભ અને નુકસાનનું મૂલ્યાંકન કરી રહ્યા છે. આવી સ્થિતિમાં, શું વિનોદ તાવડેની પ્રતિક્રિયા ફડણવીસ માટે સીએમ બનવામાં મુશ્કેલી ઊભી કરશે?