RTE: રાઈટ ટુ એજ્યુકેશનને લઈ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રાઈટ ટુ એજ્યુકેશન (RTE)માં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. જેમાં RTEમાં આવક મર્યાદામાં વધારો કરવામાં આવી શકે છે. રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ એડમિશન માટે ગ્રામ્ય વિસ્તારમાં 1.20 અને શહેરી વિસ્તારમાં 1.50 લાખની આવક મર્યાદા છે.હવે તેમા વધારો કરી ગુજરાત સરકારે 6 લાખ કરવા તરફ અંગે વિચારી રહ્યા છે. સુરતના એક કાર્યક્રમમાં શિક્ષણ મંત્રી પ્રફૂલ પાનસેરિયાએ માહિતી આપી હતી.
RTEમાં આવક મર્યાદામાં વધારો કરવામાં આવી શકે છે
ગુજરાત વાલી એકતા મંડળે સાત મહિના પહેલા મુખ્યમંત્રીને પત્ર લખીને જણાવ્યું કે,2009માં RTEનો કાયદો ઘડવામાં આવ્યો હતો. તે સમયે આવક મર્યાદા 1.50 લાખ રાખવામાં આવી હતી.ત્યારબાદ 2009 યતી 2024 સુધી મોંઘવારીમાં સતત વધારો થયો છે. પરંતુ આવક મર્યાદામાં ફેરફાર કરવામાં આવ્યો ન હતો. જોકે હાલની પરિસ્થિતિ મુજબ જીવન નિર્વાહ કરવા માટે 2.50 લાખ રૂપિયા સુધીની આવક જરૂરી છે. રાજસ્થાન, દિલ્હી જેવા રાજ્યમાં RTEમાં આવક મર્યાદા 2.50 લાખ છે.ગુજરાતના વાલીઓ માટે પણ આવક મર્યાદા 2.50 લાખ કરવામાં આવે.તેવી વાલી મંડળે માંગ કરી હતી.
મંત્રી પ્રફૂલ પાનસેરિયાએ માહિતી આપી
RTE હેઠળ એડમિશન લેવા માટે ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 12-03-2025ના રાત્રી 12 વાગ્યા સુધી રાખવામાં આવ્યા હતા.એક સાથે અનેક લોકો વેબસાઈટ પર યુઝર્સની સંખ્યામાં વધારો થતા વેબ સાઈટ ધીમી થવાને કારણે ઓનલાઈન ફોર્મ ભરવાની સમયમર્યાદા તા. 16/03/2025 રાત્રીના 12 વાગ્યા સુધી વધારવામાં આવ્યો છે. જ્યારે જિલ્લા કક્ષાએ ફોર્મ ચકાસણી તથા પ્રવેશ પ્રક્રિયાના રાઉન્ડ સબંધિત તારીખો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.