Ecozone News: રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી સૌરાષ્ટ્રના ગીરસોમનાથ ,અમરેલી અને જૂનાગઢ સહિતના જીલ્લામાં ઇકોઝોન (Ecozone ) નો વિરુદ્ધ ચાલી રહ્યો છે. આ આંદોલનના પ્રણેતા પ્રવીણ રામે પ્રોગ્રામ જાહેર કર્યો હતો.ઇકોઝોન (Ecozone ) વિરુદ્ધમાં વિસાવદર ખાતે 28 ડિસેમ્બરે વિશાળ જનસભા યોજાવાની છે. આ સભા 28 ડિસેમ્બરે વિસાવદરના મોટી મોણપરી ગામ ખાતે બપોરે 1 વાગ્યે શરૂઆત થશે.આ જનસભામાં દરેક પક્ષના નેતાને આમંત્રિત કરવામાં આવશે.
હળવા નિયમ સાથે ઇકોઝોન લાગુ કરવાની વાતમાં પણ સહમત નથી
ઈકોઝોન (Ecozone ) વિરુદ્ધનો પ્રોગ્રામ જાહેર કરતા પ્રવીણ રામે કહ્યું ગીરમાં ઇકોઝોનનું આંદોલન હજી પણ યથાવત છે.એક એક ગામડે ફરી આ આંદોલનને સક્રર્ય કરવામાં આવશે.અગામી 28 ડિસેમ્બરે વિસાવદરના મોણપરી ગામે સરદાર ચોકમાં બપોરે એક વાગ્યે વિશાળ જનસભા યોજાશે. જેમા 193 ગામના લોકો હાજર રહેવાના છે.આમ આદમી પાર્ટીના વિવિધ નેતા ગામડે ગામડે જઈ ખાટલા બેઠક કરી ગામડાના લોકોને સભામાં આવવા આહવાન કરશે.આ ઉપરાંત સભાને સફળ બનાવવા વિસાવદરમાં આમ આદમી પાર્ટીના હરેશભાઈ સાવલીયા,કૈલાશભાઈ ,ભદ્રેશભાઈ તેમજ અન્ય આગેવાનોએ ખાટલા બેઠક કરી હતી.
શું છે ઇકોઝોનનો મુદ્દે
કેન્દ્ર સરકાર દ્વારા ગીર બોર્ડરને નજીક આવેલા 196 જેટલા ગામોમાં ઈકો ઝોન લાદવા માટે જાહેરનામાં બહાર પાડવામાં આવ્યું હતું. આ જાહેરનામાં બાદ સમગ3 પંથકમાં ખળભળાટ મચ્યો હતો. ઈકોઝોન (Ecozone ) કાયદામાં કુટિર કુટિર ઉદ્યોગ, લઘુ ઉદ્યોગ કે ગૃહ ઉદ્યોગ થઈ શકશે નહીં. ત્યારે ખેડુતોને એ ભય છે કે ઈકોઝોન (Ecozone ) લાગતા ખેડુતોને ખેતી કરવી મૂશ્કેલ બનશે તથા વીજળી મળવામાં પણ મુશ્કેલી પડશે.આ ઉપરાંત 7/12ના દાખલામાં ઈકોઝોનનો થપ્પો લાગી જતા વન વિભાગ ખેડુતોને હેરાન કરશે તેવી ભય ખેડૂતોને ભય લાગી રહ્યો છે.