Ecozone Gujarat: ગીરપંથકમાં ઇકોઝોનનો મુદ્દો ભભૂકી રહ્યો છે. વિસાવદરના પૂર્વ ધારાસભ્ય ભુપત ભાયાણીએ ઇકોઝોન મુદ્દે વિડીયોના માધ્યમ થકી ઇકોઝોન (Ecozone ) ના મુદ્દા પર અમુક લોકો નીકળી પડ્યા છે. આ નિવેદન પર આપ નેતા પ્રવીણ રામે ભુપત ભાયાણીને આડેહાથ લીધા હતા. તમને જણાવી દઈએ કે, વિસાવદરના મોટી મોણપરી ગામે ઇકોઝોન (Ecozone ) ના વિરોધમાં ખેડૂત મહાસંમેલન યોજાયું હતું. મોટી સંખ્યામાં ખેડૂતો, યુવાનો, મહિલાઓ તમામ લોકો હાજર રહ્યા હતા.
ઇકોઝોનના મુદ્દા પર અમુક લોકો નીકળી પડ્યા છે
ભુપત ભાયાણીને જવાબ આપતા પ્રવિણ રામે રાજકીય રોટલાના બયાન પર પલટવાર કરતા કહ્યું કે તમે ધારાસભ્યમાંથી રાજીનામું આપી ભાજપમાં ગયા તો તમે શું ત્યાં ભજીયા તળવા ગયા છો? વિસાવદરની જનતાનું 1 વર્ષથી રાજકીય નુકસાન કોણ કરી રહ્યું છે? આ બાબત પર ‘આપ’ નેતા પ્રવીણ રામે જવાબ આપતા કહ્યું કે એમનું નામ છે ભુપતભાઈ ભાયાણી, કારણકે ભુપતભાઈ તમે રાજીનામું આપ્યું એટલે વિસાવદરની જનતાને નુકસાન થઈ રહ્યું છે. ભુપતભાઈની ખંભે બંદૂકની વાતમાં આપનેતા પ્રવીણ રામે કહ્યું કે ભુપતભાઈ ખંભે બંદૂક તો ભાજપ વાળા તમારા ઉપર ફોડી ગયા છે.
તમારા રાજીનામાથી વિસાવદરની જનતાને નુકસાન
આ ઉપરાંત પ્રવીણ રામે ભૂપતભાઈને ત્રણ પ્રશ્નો પૂછ્યા અને જવાબ પણ માંગ્યા હતા. ભુપતભાઈ તમે ઇકોઝોન લાગુ કરાવવા માંગો છો કે નાબૂદ કરવા માંગો છો? બીજો સવાલ પૂછ્યો કે ઇકોઝોનથી ખેડૂતોને જો ફાયદો થતો હોય તો 10 ફાયદા જણાવો. ત્રીજો સવાલ પૂછ્યો કે તમે પક્ષ પલટો કર્યો એ પ્રજા સાથે દ્રોહ કહેવાય કે ના કહેવાય? હવે જોવાનું રહ્યું કે ભુપતભાઈ આ પ્રશ્નોના જવાબ આપી શકશે કે નહીં.