હરિયાણા ચૂંટણીમાં કોંગ્રેસના evm પર કરેલા આક્ષેપ પર ચૂંટણી પંચે આરોપોને પાયાવિહોણા અને ખોટા અને તથ્યવિહોણા ગણાવીને ફગાવી દિધા છે. કોંગ્રેસના આરોપોને લઈને ચૂંટણી પંચે 1652 પાનાનો જવાબ પણ આપ્યો છે. ચૂંટણી પંચે આવા પાયાવિહોણા આક્ષેપો કરવાથી દૂર રહેવા પંચે કોંગ્રેસને પત્ર પણ લખ્યો છે. આ ઉપરાંત ચૂંટણી પંચે એવું પણ કહ્યું કે, ખોટા આક્ષેપ બંધ કરવા માટે નક્કર પગલા લેવા વિનંતી કરી છે.
કોંગ્રેસના આક્ષેપ પાયાવિહોણા
ચૂંટણી પંચે જણાવ્યું હતું કે, 26 વિધાનસભાના મતવિસ્તારના રિટર્નિંગ અધિકારીઓ પર રાજકીય પક્ષ દ્વારા પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા. સંપૂર્ણ તપાસ અને ચકાસણી કરવામાં આવી હતી. આ ચૂંટણીમાં કોઈપણ પ્રકારની ભૂલ જોવા મળી નથી. આ વિસ્તારોમાં મતગણતરી સમયે કોંગ્રેસના ઉમેદવારો કે, એજન્ટોની દેખરેખ હેઠળ થયા હતા.
ECIએ કોંગ્રેસને 1642 પેજનો જવાબ આપ્યો
ECI દ્વારા કોંગ્રેસ પક્ષને મોકલવામાં આવેલા જવાબમાં 1642 પાનાના પુરાવાનો પણ સમાવેશ થાય છે. ઈવીએમમાં બેટરી નાખવાથી લઈને મતગણતરી પૂરી થાય ત્યાં સુધી દરેક પગલા પર કોંગ્રેસના ઉમેદવારોના અધિકૃત પ્રતિનિધિઓ હાજર હતા.મુખ્ય ચૂંટણી અધિકારી પણ હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં ગેરરીતિઓ અંગે કોંગ્રેસ પક્ષની તમામ ફરિયાદોને નકારી કાઢે છે.
EVMની બેટરીને પરીણામ સાથે કોઈ લેવાદેવા નથી
EVMમાં બેટરી ડિસ્પ્લેની સ્થિતિ અંગેની સંપૂર્ણ નકારી કાઢી હતી. બેટરીને EVMના મત ગણતરી અને કામગીરી અથવા સુરક્ષા સાથે કોઈ સંબંધ નથી. અમારી પાસે મજબુત ટેક્નિકલ ટીમો છે. EVMની બેટરીને પરીણામ સાથે કોઈ લેવાદેવા નથી.