Jayesh Radadiya: ગુજરાતમાં અગામી સમયમાં સ્થાનિક સ્વરાજ (local body election) ની અને નગરપાલિકાની યોજાવાની છે. આ ચૂંટણીને લઈ ભાજપ કોંગ્રેસ (congress) અને આમ આદમી પાર્ટીએ તૈયારી ચાલુ કરી છે. જ્યારે ગુજરાતમાં આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી (local body election) માં શંકરસિંહ વાઘેલાની નવી પાર્ટી જન શક્તિ ડેમોક્રેટિક પાર્ટી પણ ચૂંટણીમાં ઉતરવાની છે. ત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી (local body election) ચતુષ્કોણય બનવાની છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ફોર્મ ભરવાનો આજે બપોરે 3 વાગ્યા સધીનો હતો.ત્યારે જેતપુર (jetpur) પાલિકામાં ડખો થયો છે. ભાજપે 42 ઉમેદવારોને મેન્ડેન્ટ આપ્યા હતા.પરંતુ બે ઉમેદવારોને મેન્ડેન્ટ આપવાનું બાકી હોવાથી 42 ઉમેદવારો પોતાના ફોર્મ પરત ખેંચી લીધા હતા.
42 ઉમેદવારો પોતાના ફોર્મ પરત ખેંચવા સમર્થન જાહેર કર્યું
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જેતપુર (jetpur) પાલિકાની ચૂંટણીમાં ભાજપમાં ભડકો જોવા મળ્યો હતો. જેતપુર (jetpur) પાલિકામાં 11 વોર્ડમાં 44 બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે. પરંતું પૂર્વ પ્રમુખ સુરેશભાઈ સખરેલીયાનું મેન્ડેન્ટ ન આવતા 42 ઉમેદવારો પોતાના ફોર્મ પરત ખેંચવા સમર્થન જાહેર કર્યું હતું. મેન્ડેન્ટ આવેલા તમામ 42 ભાજપના ઉમેદવારોએ પૂર્વ પ્રમુખ સખરેલીયાને સમર્થન જાહેર કર્યું હતું. મળતી માહિતી અનૂસાર સખરેલીયા આજે સાંજે અથવા આવતીકાલે નવી રણનીતિ નક્કી રશે.આ ઉપરાંત જો આ તમામ ઉમેદવાર પોતાની ઉમેદવારી પરત ખેંચી લેશે તો કોંગ્રેસ બિનહરીફ જાહેર થઈ શકે છે.
કુતિયાણામાં પણ તકરાર જવા મળશે
સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ કુતિયાણામાં રાજકારણમાં ભારે ગરમાહટ આવી ગઈ છે. કાંધલ જાડેજાની ભાજપ સામે નહિ પણ ઢેલી ઓડેદરા સામે સીધી ટક્કર જોવા મળી શકે છે.આ નગરપાલિકાનું નેતૃત્વ ઢેલી ઓડેદરા કરે છે.ત્યારે હવે કાંધલ જાડેજાના ભાઈ કાના જાડેજાનો રાજકારણમાં પ્રવેશ થવા જઈ રહ્યો છે.કુતિયાણા નગરપાલિકા માં કાંધલ જાડેજાએ સમાજવાદી પાર્ટીને મેદાને ઉતારી છે.આ પાલીકા ઉપર કાના જાડેજા સહિત 24 ઉમેદવારોએ નોંધાવી છે. કુલ 6 વોર્ડ મા 12 મહિલા 12 પુરૂષો આજે નોંધાવી ઉમેદવારી. આ સાથે જ કાંધલ જાડેજાના નાના ભાઈ કાના જાડેજાનો રાજકારણમાં વિધિવત પ્રવેશ થયો હતો.તમને જણાવી દઈએ કે છેલ્લા એક દશકથી કુતિયાણા નગરપાલિકા પર ભાજપનો દબદબો રહેલો છે.પરંતુ 2022ની ચૂંટણી બાદ કુતિયાણાના રાજકીય પરીબળો બદલાયા છે.