- દૂધસાગર ડેરીમાં મોટી બબાલ
- મહેસાણા દૂધ સંઘની બેઠકમાં મોટી બબાલ
- બબાલ બાદ ડેરીના ચેરમેન અશોક ચૌધરીએ તોડ્યું મૌન
- સત્તા પરિવર્તન થયા પછી ડેરીનો વિકાસ થયો છે: અશોક ચૌધરી
- પારદર્શકતા સાથે વહીવટ કરાઈ રહ્યો છે: અશોક ચૌધરી
- “છેલ્લા સાડા ચાર વર્ષથી ડેરીના સુલભ અને કુશળ વહીવટથી પશુપાલોકો ખુશ છે”
- મારા પર કરાયેલા આક્ષેપ તદ્દન પાયા વિહોણા છે: અશોક ચૌધરી
- વાઇસ ચેરમેન જે પ્રશ્નો લઈને આવ્યા હતા અમે તેમને સાંભળ્યા: અશોક ચૌધરી
- વાઇસ ચેરમેનના પ્રશ્નોના જવાબ પણ આપ્યા: અશોક ચૌધરી
મહેસાણા Dudhsagar Dairy ની બોર્ડ મિટિંગમાં હોબાળો થયા બાદ મામલો મારામારી સુધી પહોંચી ગયો હતો. Mehsana ખાતે આવેલી Dudhsagar Dairy ની બોર્ડ મિટિંગમાં ભ્રષ્ટાચાર મુદ્દે સવાલો કરનાર વાઈસ ચેરમેન યોગેશ પટેલ ઉપર ચેરમેન અશોક ચૌધરી અને દિલીપ ચૌધરીએ હુમલો કર્યાની માહિતી સામે આવી છે. આ હુમલામાં યોગેશ પટેલની સોનાની ચેઈન અને ચશ્મા તોડી નાખ્યા હતા. જેના પગલે વાઈસ ચેરમેન યોગેશ પટેલે મહેસાણા બી.ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ માટે અરજી કરી છે.