Gujarat ના આ ગામમાં થાય છે ગધેડાની સવારી, કારણ જાણી તમે પણ ચોંકી જશો

Gujarat News : જુનાગઢ  ( Junagadh )જિલ્લાના વંથલી તાલુકાના ધંધુસર ગામમાં પાછલા અનેક વર્ષોથી ધુળેટીના દિવસે રા કાઢવાની એક વિશેષ પરંપરા શરૂ થઈ હતી જે આજે આધુનિક યુગમાં પણ જોવા મળે છે બાળકને રા બનાવીને સમગ્ર ગામમાં ફેરવવામાં આવે છે ગંદર્ભ પર રા ને બેસાડવામાં આવે છે તમામ પ્રકારના અનિષ્ટ તત્વો તેનાથી દૂર રહે તે માટેની એક વિશેષ પરંપરા પાછલી એક સદી કરતા પણ વધારે સમયથી ધંધુસર ગામમાં નિભાવવામાં આવી રહી છે જેમાં મહિલા પુરુષ અને સમગ્ર ગામ સમસ્ત જોડાય છે ગંદર્ભ પર નીકળેલી રા’ની આ યાત્રા સમગ્ર ગામમાં પ્રત્યેક ઘર સુધી ફરીને નવજાત બાળક અને સમગ્ર ગામનું કલ્યાણ થાય તેમજ આસુરી શક્તિ દુર રહે તે માટે વિશેષ પ્રથા નિભાવવામાં આવે છે

પાછલા અનેક વર્ષથી ધંધુસર ગામમાં રા’ની પરંપરા આજે આધુનિક યુગમાં પણ નિભાવવામાં આવે છે નવજાત બાળક અને તેના પરિવારના સભ્યોને ગંદર્ભ પર સવાર કરીને સમસ્ત ગામ અને પરિવારોનુ કલ્યાણ થાય તેમજ ગામ પર આસુરી શક્તિનો પડછાયો ન પડે તે માટે રા’ કાઢવાની વિશેષ પરંપરા આજે પણ જોવા મળે છે

જે પરિવારમાં નાના બાળકનો જન્મ થયો હોય ત્યાંથી રા’ની સવારીની શરૂઆત થાય છે શણગારેલા ગંંદર્ભ પર જે પરિવારમાં બાળકનો જન્મ થયો હોય તેના વડીલો એકદમ રાજાની માફક તૈયાર કરીને બેસાડવામાં આવે છે ત્યાર બાદ તેમના નાના પુત્રને બેસાડીને તેના ગંદર્ભ પર વધામણા કરીને રા’ની સવારીને વિધિવત આગળ ધપાવવામાં આવે છે જેમાં ગામની મહિલાઓ પણ ઠેર ઠેર હાજર રહીને રા’ બનેલા તમામ વ્યક્તિની વિશેષ પૂજા અને પોખણા કરીને રા’ને આગળ વધારે છે રામજી મંદિરે પહોંચ્યા બાદ રા’ની સવારી ગામના પ્રત્યેક ઘર સુધી પહોંચે છે અહીં રા’ને વધામણાના રૂપે આપવામાં આવતા પૈસા નો ઉપયોગ ગામના વિકાસ માટે કરવાની પણ એક વિશેષ પરંપરા પાછલા અનેક વર્ષોથી ધંધુસર ગામમાં જોવા મળે છે

 

 

Scroll to Top