donald trump: ડોનાલ્ડ ટ્રમ્પે ફેડરલ સરકારમાં કાર્યરત કર્મચારીઓની સંખ્યા ઘટાડવાની કવાયત શરૂ કરી છે. જે હેઠળ 40 હજાર કર્મચારીઓએ ટ્રમ્પની બાયઆઉટ ઓફર સ્વીકારી રાજીનામું આપ્યું છે. ટ્રમ્પે (donald trump) ફેડરલ કર્મચારીઓને બાયઆઉટ કરવા અર્થાત નોકરી છોડવા માટે છ ફેબ્રુઆરી સુધીનો સમય આપ્યો હતો. જેમાં 40 હજાર કર્મચારીઓએ રાજીનામાં આપ્યા છે. આ કર્મચારીઓને બાયઆઉટ ઓફર હેઠળ આઠ મહિનાનો પગાર અને નિશ્ચિત ભથ્થું મળશે.ફેડરલ ડિપાર્ટમેન્ટમાં કામ કરતાં કર્મચારીઓનું વર્ક ફ્રોમ હોમ કલ્ચર રદ કર્યું છે. ઈમેઈલ મારફત તમામને ઓફિસ આવવા આદેશ અપાયો છે. આ કર્મચારીઓએ સપ્તાહમાં પાંચ દિવસ ઓફિસમાંથી કામ કરવુ પડશે.
આ ઓફરથી 5થી 10 ટકા કર્મચારીઓ નોકરી છોડે તેવો અંદાજ
ફેડરલ સરકારમાં કામ કરતાં કર્મચારીઓને બાયઆઉટ ઓફર હેઠળ આઠ મહિનાનો પગાર અને નિશ્ચિત ભથ્થું આપવાની જોગવાઈ છે. આ ઓફર હેઠળ કુલ વર્કફોર્સના 5થી 10 ટકા કર્મચારીઓ નોકરી છોડે તેવો અંદાજ છે. પરંતુ હજી સુધી માત્ર 40000 કર્મચારીઓએ જ રાજીનામું આપ્યું છે. જે ટ્રમ્પ (donald trump) ના નિર્ધારિત 3 લાખ કર્મચારીઓ ઘટાડવાના લક્ષ્યાંક કરતાં ઓછું છે. પરિણામે ટ્રમ્પ (donald trump) હજી વધુ કર્મચારીઓને હાંકી કાઢવાની કવાયત હાથ ધરે તેવી શક્યતાઓ વધી છે.
ફેડરલ કર્મચારીઓની સંખ્યા 30 લાખથી વધુ
ટ્રમ્પ (donald trump) ના આ નિર્ણયનો કર્મચારીઓ વ્યાપકપણે વિરોધ કરી રહ્યા છે. અમેરિકા (america) ના ફેડરેશન ઓફ ગવર્નમેન્ટ એમ્પ્લોયિઝ યુનિયનના અધ્યક્ષ એવરેટ કેલીએ આ નિર્ણય પર નારાજગી વ્યક્ત કરતાં કહ્યું હતું કે, જે ફેડરલ કર્મચારી ટ્રમ્પ (donald trump) ના એજન્ડાને અનુસરી રહ્યા નથી, તેમના પર નોકરી છોડવાનું દબાણ વધ્યું છે. સરકારી આંકડા અનુસાર, અમેરિકા (america) માં ફેડરલ કર્મચારીઓની સંખ્યા 30 લાખથી વધુ છે. જે અમેરિકાનું 15મી સૌથી મોટું વર્કફોર્સ છે.