Donald Trump: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ બાદ અમેરિકા (America) એ ગેરકાયદેસર ઈમિગ્રન્ટ્સ વિરુદ્ધ મોટા પાયે ડિપોર્ટ અભિયાન શરૂ કર્યું છે. આ અંતર્ગત સોમવારે (3 ફેબ્રુઆરી) એક અમેરિકન સૈન્ય વિમાન ગેરકાયદેસર ઈમિગ્રન્ટ્સને લઈને ભારત માટે રવાના થયું છે. અમેરિકન મીડિયા અનુસાર, અમેરિકન અધિકારીએ પુષ્ટિ કરી કે આ પ્લેન ઓછામાં ઓછા 24 કલાકમાં ભારત પહોંચી જશે.
ટ્રમ્પે મોટા પાયે ડિપોર્ટ અભિયાન શરૂ કર્યું
રાષ્ટ્રપતિ ટ્રમ્પ વ્હાઇટ હાઉસમાં પરત ફર્યા બાદ ટ્રમ્પે (Donald Trump) ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશ પ્રધાન એસ જયશંકર સાથે અમેરિકા (America) માં ભારતીય ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સના મુદ્દા પર ચર્ચા કરી હતી. ભારત ગેરકાયદેસર અમેરીકા (America) માં રહેતા લોકોને ભારતમાં પરત લેવા માટે સંમત થયું હતું.ભારત સરકારે લગભગ 18,000 ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને પરત લેવાની વાત કરી હતી.
ગેરકાયદેસર પ્રવાસીઓથી ભરેલી પ્રથમ ફ્લાઇટ ભારત રવાના
ગેરકાયદે ઈમિગ્રન્ટ્સ વિરુદ્ધના આ અભિયાનમાં ટ્રમ્પ (Donald Trump) પ્રશાસને અમેરિકી સેનાની પણ મદદ માંગી છે. આ માટે યુએસ-મેક્સિકો બોર્ડર પર વધારાના સૈનિકો તૈનાત કરવામાં આવ્યા છે.આ ઉપરાંત અને ઈમિગ્રન્ટ્સ કરનારા લોકો પર ધ્યાન રાખવા માટે સૈન્ય મથકોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.ગેરકાયદેસર ઈમિગ્રન્ટ્સને પોતાના દેશ પાછા મોકલવા માટે લશ્કરી વિમાનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.આ અંતર્ગત માઈગ્રન્ટ્સને ગ્વાટેમાલા, પેરુ અને હોન્ડુરાસ જેવા દેશોમાં મોકલવામાં આવ્યા છે. રિપોર્ટ અનુસાર ભારત સૌથી દૂરનું સ્થાન છે જ્યાં દેશનિકાલ ફ્લાઇટ જશે.