ફેડરલ ટ્રેડ કોર્ટે US રાષ્ટ્રપતિ Donald Trump ના ટેરિફ પર પ્રતિબંધ મૂક્યો છે. તેમને ગેરબંધારણીય ગણાવ્યા છે. કોર્ટે સ્પષ્ટપણે કહ્યું છે કે ટ્રમ્પે તેમની સત્તાઓનો દુરુપયોગ કર્યો છે અને બંધારણના અવકાશની બહાર જઈને આ ટેરિફ લાદવાનો પ્રયાસ કર્યો છે. Manhattan માં ફેડરલ કોર્ટ ઓફ ઇન્ટરનેશનલ ટ્રેડે ટ્રમ્પના આ પગલાને ગેરકાયદેસર જાહેર કર્યું છે. કોર્ટના ત્રણ ન્યાયાધીશોની બેન્ચે કહ્યું કે ટ્રમ્પે ઇન્ટરનેશનલ ઇમરજન્સી ઇકોનોમિક પાવર્સ એક્ટ (IEEPA) નો દુરુપયોગ કર્યો છે. આ કાયદો કટોકટીમાં રાષ્ટ્રપતિને ચોક્કસ સત્તાઓ આપે છે, પરંતુ કોર્ટનું માનવું છે કે ટ્રમ્પે તેનો ઉપયોગ નક્કર આધાર વિના કર્યો છે.
Donald Trump વહીવટીતંત્રે કહ્યું છે કે તે આ નિર્ણય સામે તાત્કાલિક અપીલ કરશે. ટ્રમ્પે તેમની સોશિયલ મીડિયા સાઇટ પર દાવો કર્યો હતો કે તેમની ટેરિફ નીતિ “અમેરિકાને ફરીથી મહાન બનાવવા” માટે જરૂરી છે. જો કે, કોર્ટે સૂચવ્યું હતું કે ટ્રમ્પ ટ્રેડ એક્ટ 1974 ની કલમ 122 હેઠળ 150 દિવસ માટે 15% સુધીના ટેરિફ લાદી શકે છે, પરંતુ આ માટે પણ નક્કર આધારની જરૂર છે.
આ પણ વાંચો – Visavadar Assembly: વિસાવદરમાં જામશે જંગ, આ બેઠકનું જુઓ A to Z અપડેટ
આ પણ વાંચો – Viksit Krishi Sankalp Abhiyan: ખેડૂતોની આત્મનિર્ભરતા અને સ્વદેશીને પ્રોત્સાહન
2 એપ્રિલ 2025 ના રોજ, ટ્રમ્પે તેને ‘લિબરેશન ડે’ નામ આપ્યું અને વિશ્વભરના 100 થી વધુ દેશોમાંથી આવતા માલ પર નવા ટેરિફની જાહેરાત કરી. તેમણે દાવો કર્યો હતો કે આ ટેરિફ અમેરિકન અર્થતંત્રને મજબૂત બનાવશે અને તે દેશોને પાઠ શીખવશે જે અમેરિકા પાસેથી ઓછો માલ ખરીદે છે અને વધુ વેચે છે. જોકે, બાદમાં ચીન સિવાયના તમામ દેશો પર 90 દિવસ માટે ટેરિફ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ટ્રમ્પના ટેરિફના જવાબમાં, ચીને પણ ટેરિફ લાદ્યો હતો. આ કારણોસર, ચીનને ટેરિફમાંથી રાહત આપવામાં આવી ન હતી. ચીનનો ટેરિફ વધારીને 145% કરવામાં આવ્યો હતો. વાતચીત પછી, ચીન પર ટેરિફ પણ ઘટાડવામાં આવ્યો હતો.
બીજી તરફ Tesla ના માલિક અને અમેરિકન અબજોપતિ Elon Musk એ ટ્રમ્પ વહીવટ છોડી દીધો છે. તેમણે ભારતીય સમય મુજબ ગુરુવારે સવારે 5.30 વાગ્યે સોશિયલ મીડિયા X પર આ માહિતી આપી.
એલન મસ્કે કહ્યું કે ખાસ સરકારી કર્મચારી તરીકેનો મારો સમય પૂરો થઈ ગયો છે. તેમણે આ જવાબદારી માટે અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પનો પણ આભાર માન્યો. ટ્રમ્પે મસ્કને ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિશિયન્સી (DOGE) ની જવાબદારી સોંપી હતી. જેનું કામ સરકારના નકામા ખર્ચ ઘટાડવાનું હતું.