Donald Trump એ America માં આંતકી હુમલાની ભીતીથી વિઝા પોલિસીમાં કર્યા મોટા ફેરફાર | Newz Room Gujarat

Donald Trump એ America માં આંતકી હુમલાની ભીતીથી વિઝા પોલિસીમાં કર્યા મોટા ફેરફાર.પ્રેસિડેન્ટ તરીકે સત્તા સંભાળી ત્યારથી તે ઇમિગ્રેશનને લઈને આકરું વલણ અપનાવી રહ્યા છે. થોડા સમય અગાઉ તેમણે અમેરિકન યુનિવર્સિટીઓ અને કોલેજોમાં ઇઝરાયેલ વિરોધી દેખાવો કરનારા સ્ટુડન્ટસને ચેતવણી આપી હતી અને કહ્યું હતું કે અમેરિકન સરકાર તેમના વિઝા રદ્દ કરી દેશે. જોકે ડોનાલ્ડ ટ્રમ્પની ટીમે તેમની સામે કામગીરી શરુ પણ કરી છે. જોકે સ્ટેટ ડિપાર્ટમેન્ટે હમાસ તરફી પ્રદર્શનોમાં ભાગ લેનારા એક સ્ટુડન્ટના વિઝા રદ્દ કરી દીધા છે. અને એક ખાનગી ન્યૂઝના રિપોર્ટ પ્રમાણે સ્ટેટ ડિપાર્ટમેન્ટે આ વાત કન્ફર્મ કરી છે.

Scroll to Top