Donald Trump: ફ્રાન્સના રાષ્ટ્રપતિના આમંત્રણ પર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 10 થી 12 ફેબ્રુઆરી સુધી ફ્રાન્સની મુલાકાતે જશે. પીએમ ફ્રાન્સની AI સમિટની સહ-અધ્યક્ષતા કરશે.જેમાં યુએસના ઉપરાષ્ટ્રપતિ અને ચીનના ઉપપ્રધાનમંત્રી સહિત ઘણા દેશોના વડાઓ હાજરી આપશે. PM મોદી 10 ફેબ્રુઆરીની સાંજે પેરિસ પહોંચશે, જ્યાં તેઓ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન દ્વારા આયોજિત ડિનરમાં હાજરી આપશે. આ પછી પીએમ મોદી અમેરિકા પણ જશે.
12-13 ફેબ્રુઆરીના રોજ અમેરિકાની સત્તાવાર મુલાકાતે જશે
ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસરીએ કહ્યું કે પીએમ મોદી યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના આમંત્રણ પર 12-13 ફેબ્રુઆરીના રોજ અમેરિકાની સત્તાવાર મુલાકાતે જશે.ટ્રમ્પે બીજી વખત શપથ લીધા બાદ પીએમ મોદીની આ પ્રથમ મુલાકાત હશે. નવા વહીવટીતંત્રના આગમનના ત્રણ અઠવાડિયાની અંદર, પીએમ મોદીને અમેરિકાની મુલાકાત માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું.જે બંને દેશો વચ્ચેના મજબૂત સંબંધો દર્શાવે છે.
પીએમ મોદીએ 2017 અને 2019માં અમેરિકાની મુલાકાત લીધી
ટ્રમ્પના પ્રથમ કાર્યકાળ દરમિયાન પીએમ મોદીએ 2017 અને 2019માં અમેરિકાની મુલાકાત લીધી હતી. વિદેશ મંત્રી એસ જયશંકરે તાજેતરમાં જ ટ્રમ્પના શપથ ગ્રહણ સમારોહમાં પીએમના વિશેષ દૂત તરીકે ભાગ લીધો હતો. અમેરિકાના નવા વિદેશ મંત્રીની પ્રથમ દ્વિપક્ષીય બેઠક ભારતના વિદેશ મંત્રી સાથે હતી. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ગુરુવારે (6 ફેબ્રુઆરી 2025) યુએસ સંરક્ષણ સચિવ પીટ હેગેથ સાથે ફોન પર વાત કરી હતી.
PM ફ્રાંસમાં AI સમિટમાં ભાગ લેશે
PM મોદી 11 ફેબ્રુઆરી 2025 ના રોજ AI એક્શન સમિટમાં ભાગ લેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન ઈન્ડિયા ફ્રાન્સ સીઈઓ ફોરમને સંબોધિત કરશે. AI એક્શન સમિટ ખૂબ જ મહત્વપૂર્ણ છે,આ ત્રીજી ઉચ્ચ સ્તરીય સમિટ છે. અગાઉ આ સમિટ યુકે અને દક્ષિણ કોરિયામાં યોજાઈ ચૂકી છે.