Donald Trump: અડધી રાત્રે ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને આપ્યો ઝટકો,હવે ટેરિફ પર ……..

America News: યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા મેક્સિકો અને કેનેડામાંથી આયાત પર લાદવામાં આવેલ નવો 25% ટેરિફ મંગળવારથી અમલમાં આવ્યો છે.જ્યારે ચાઇનીઝ માલ પર ડ્યૂટી બમણી કરીને 20% કરવામાં આવી હતી. આ સાથે આ ત્રણેય વેપારી દેશો સાથે અમેરિકા (America) માટે નવો વેપાર સંઘર્ષ શરૂ થયો છે. ટ્રમ્પે જણાવ્યું હતું કે ત્રણેય દેશો યુએસમાં ઘાતક ફેન્ટાનાઇલ ઓપિયોઇડ્સ અને અન્ય દવાઓના પ્રવાહને રોકવા માટે પૂરતા પગલાં લેવામાં નિષ્ફળ ગયા છે. જેના જવાબમાં ચીને સ્પષ્ટ કર્યું છે કે જો અમેરિકા (America) ટેરિફ વોર અથવા કોઈપણ પ્રકારનો સંઘર્ષ ઈચ્છે છે તો ચીન અંત સુધી લડવા તૈયાર છે.

25% ટેરિફ લગાડવામાં આવ્યો

ટ્રમ્પે ભારતને પણ મોટો ઝટકો આપ્યો છે. તેમણે એપ્રિલ મહિનાથી ભારતમાં નવા ટેરિફ લાગુ કરવાની જાહેરાત કરી છે. આ નિર્ણયથી વેપાર અને નિકાસ ક્ષેત્રે ભારત અને અમેરિકા (America) ના સંબંધો પર અસર પડી શકે છે. જોકે, ટ્રમ્પે (Donald Trump) સ્પષ્ટ કર્યું નથી કે આ ટેરિફ કયા પ્રકારના ઉત્પાદનો પર લાગુ થશે.

ટ્રમ્પે અમેરીકાની સાંસદમાં કરી જાહેરાત

ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) અમેરીકા સાંસદમાં કહ્યું ઘણા દેશો આપણા પર લાદવામાં આવે તેના કરતા વધુ ટેરિફ લગાડે છે.ભારત આપણા પર 100 ટકાથી વધુ ટેરિફ લગાડે છે.ચીન તેના કરતાં બમણું ટેરિફ લગાડે છે.જ્યારે દક્ષિણ કોરિયા ચાર ગણી વધુ ટેરિફ લગાડે છે. અમેરીકા આ દેશોને અનેક પ્રકારની લશ્કરી સહાય આપે છે. પરંતુ 2 એપ્રિલથી આ દેશો પર ટેરિફ લગાડવામાં આવશે.

 

 

Scroll to Top