Donald Trump ના Big Beautiful Bill સંસદમાં પસાર

Donald Trump

રાષ્ટ્રપતિ Donald Trump ના Big Beautiful Bill, જે કર અને ખર્ચમાં ઘટાડો કરે છે. તેને ગુરુવારે US સંસદના હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ દ્વારા પસાર કરવામાં આવ્યું હતું. બિલના સમર્થનમાં 218 લોકોએ મતદાન કર્યું હતું, જ્યારે 214 લોકોએ તેની વિરુદ્ધ મતદાન કર્યું હતું. Trump ની પોતાની પાર્ટીના બે સાંસદો, થોમસ મેસી અને બ્રાયન ફિટ્ઝપેટ્રિકે આ બિલની વિરુદ્ધ મતદાન કર્યું હતું. ટ્રમ્પ અને એલોન મસ્કે આ બિલ અંગે એકબીજા વિરુદ્ધ તીખા નિવેદનો આપ્યા હતા.

The American people gave President Trump a mandate — and we’ve got the receipts

The One Big Beautiful Bill delivers on every promise to Make America Great Again. 🇺🇸🧾 pic.twitter.com/mvv3ZeeGl2

— The White House (@WhiteHouse) July 4, 2025

આ પણ વાંચો – Botad: ઉમેશ મકવાણા રાજીનામા બાદ થયા સક્રિય

White House ના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે જણાવ્યું હતું કે ટ્રમ્પ શુક્રવારે અમેરિકાના સ્વતંત્રતા દિવસ (4 જુલાઈ) પર સાંજે 5 વાગ્યે એક મોટા અને ભવ્ય સમારોહમાં આ બિલ પર હસ્તાક્ષર કરશે. આ બિલ બે દિવસ પહેલા જ યુએસ સંસદના ઉપલા ગૃહ, સેનેટમાં 50-51 ના ટૂંકા માર્જિનથી પસાર થયું હતું. ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સે આ બિલ પર નિર્ણાયક મતદાન કર્યું હતું.

 

 

Scroll to Top