Vadtal temple | સ્વામિનારાયણ સંપ્રદાયનો હંમેશા વિરોધ જ થાય છે પણ આ એક વાત સારી પણ છે…

Distribution of 15 thousand pairs of slippers by Vadtal temple

Vadtal temple News| ગુજરાતમાં છેલ્લા થોડા દિવસથી સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુના નિવેદનનો ગુજરાતભરમાં વિરોધ થઇ રહ્યો છે. ગણ્યાગાંઠ્યા સાધુના નિવેદનના કારણે આખો પંથ બદનામ થઇ રહ્યો છે. સાધુઓના બફાટના કારણે સ્વામિનારાયણ સંપ્રદાયના સારા કામની અવગણા થઇ રહી છે.

વડતાલધામ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની ગણાતી વડતાલધામ સ્વામિનારાયણ મંદિર દ્વારા ઉનાળાની ધોમ ધગતી ગરમીમાં ઉધાડા પગે ચાલતા દરીદ્રનારાયણ અને જરૂરિયાતમંદો માટે ભગવાન શ્રી સ્વામિનારાયણના “સર્વજીવ હિતાવહ ”ના સંદેશને ચરિતાર્થ કરવા માટે મુખ્ય કોઠારી શ્રી ડૉ. સંતવલ્લભદાસજી સ્વામીની પ્રેરણાથી મોગરીના તુષારભાઈ પટેલના યજમાનપદે તા 13 એપ્રિલને રવિવારના રોજ 15 હજાર ઉપરાંત જોડી ચંપલોનું વિતરણ કરવામાં આવ્યું હતું .

વડતાલ સંસ્થા દ્વારા અનેકવિધ સમાજ ઉપયોગી સેવા કરવામાં આવે છે. શિયાળામાં ફૂટપાથપર રેન બસેરા કરતા દરિદ્ર નારાયણોને ધાબળા વિતરણ કુદરતી આફત હોય તો જમવાની સુવિધા તથા ઉનાળામાં આકાશ માંથી વરસતી ગરમીમાં ઉઘાડા પગે ચાલતા લોકોને ગરમીથી રાહત મળે તે માટે 15 હજાર ઉપરાંત ચંપલ જોડીનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ભગવાન શ્રી હરિના “ સર્વ જીવ હિતાવહ ”સંદેશને વરેલા વડતાલ સંસ્થા દ્વારા વડતાલમાં નિ:શુલ્ક શ્રી સ્વામિનારાયણ મલ્ટીસ્પેસ્યાલિસ્ટ હોસ્પિટલ ચાલે છે. આ ઉપરાંત ખંભાતમાં આંખની જબરેશ્વર હોસ્પિટલ ચાલે છે.

તારીખ 13 એપ્રિલ રવિવારના રોજ વડતાલ ધામના 200 ઉપરાંત સ્વયંસેવકો ખેડા, આણંદ (ચરોતર)ના જુદી જુદી 45 રૂટો નક્કી કરી 250 ઉપરાંત ગ્રામ્ય તથા પછાત વિસ્તારોમાં જઈને જરૂરિયાતમંદો તથા દરિદ્રનારાયણોને 15 હજાર ઉપરાંત ચંપલોનું વિતરણ કરવામાં આવ્યું હતું. સમગ્ર વિતરણ વ્યવસ્થા પૂ ચેરમેન શ્રી દેવપ્રકાશદાસજી તથા પુ શ્યામવલ્લભદાસજી સ્વામીની પ્રેરણાથી કરવામાં આવી હતી.


WhatsApp Channel


You Can also Follow us on Social Media
Youtube  | Facebook | Instagram | X (Twitter) | WhatsApp
Scroll to Top