Koli Samaj Mahasanmelan: આવતી કાલે રાજકોટ વીછીયા જસદણ ખાતે કોળી સમાજનું સમેલન યોજાવા જય રહ્યું છે. જેના ભાગ રૂપે ગુજરાત અખિલ ભારતીય કોળી સમાજના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રવદન પીઠાવાલાનું અગત્યનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, અમુક સમાજના નેતાઓ પોતાનો રાજકીય રોટલા શેકી રહ્યા છે.
આ સમેલન સમાજને ભાગલા પાડવાનું દેખાઈ રહ્યું છે
કોળી સમાજના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રવદન પીઠાવાલાએ મીડિયાને જણાવ્યું હતું કે, આ સમેલન સમાજને ભાગલા પાડવાનું દેખાઈ રહ્યું છે. સમાજની વાતો અંદરો-અંદર પતાવવી જોઈએ.જેના બદલે ગામની વાતો પાદરે જઈને થઈ રહી છે. એવું દેખાઈ રહ્યું છે. પણ જે આ વીછીયા મર્ડર કેસ થયું છે,એના આરોપીઓને જો સજા અપાવવવી હોય તો સમાજના નેતાઓએ, સમાજના આગેવાનોએ, સમાજના રાજકીય નેતાઓ સાથે મીટીંગો કરીને પણ આ આરોપીઓને સજા આપાવી શકે છે.અમુક સમાજના નેતાઓ પોતાનો રાજકીય રોટલો શેકી રહ્યા છે. વીછીયા જસદણના ધારાસભ્યો અને ગુજરાતનાં કેબીનેટ મંત્રી, કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ કુંવરજીભાઈ બાવાળીયાને રાજકીય ક્ષેત્રમાં બદનામ કરી રહ્યા હોય એવું દેખાઈ રહ્યું છે.
શું કહ્યું કોળી સમાજના આગેવાને?
આ સંમેલન ગુજરાતનાં બીજા વિસ્તારમાં પણ થઈ શકતે, શા માટે કુંવરજીભાઈના વીછીયા વિસ્તારમાં કરી રહ્યા છે. કુંવરજીભાઈએ એમના 50 વર્ષના રાજકીય કાર્યકાળમાં અનેકો સેવાકીય કાર્યો, શિક્ષણ ક્ષેત્રમાં, એમના ખાતાઓના ક્ષેત્રમાં કર્યા છે. જે કામો અમોએ અખિલ ભારતીય કોળી સમાજના પ્રવાસ કરીએ છેએ ત્યારે જોવા મળે છે. કુંવરજીભાઈ ખાલી કોળી સમાજ નહીં પરંતુ સમગ્ર ગુજરાતની જનતાના લોકપ્રિય નેતા તરીકે ઓળખાય છે. એટલે જ્યારે કોઈ સમાજના આટલા મોટા નેતા રાજકીય રીતે ઉપર વધી રહ્યા હોય ત્યારે આવા સંમેલન કરી એમને બદનામના કરવા જોઈએ.જેથી કરીને એનું નુકશાન સમાજે ભોગવાવવું પડે એટલે આ સમેલને હું ચંદ્રવદન પીઠાવાલા સ્વીકાર કરતો નથી