Gondal Controversy: ગોંડલમાં ગણેશ જાડેજા અને અલ્પેશ કથિરિયા વચ્ચેના શાબ્દિક યુદ્ધ બાદ સામાજીક અને રાજકીય ઘમાસાણ શરૂ થઈ ગયું છે. દરમિયાન દિનેશભાઈ પાતર (Dinesh Patar) એ કહ્યું કે અમે તો પહેલાથી જ કહેતા આવ્યા છે કે ભાઈ ગોંડલમાં મિર્ઝાપુર કરતા પણ વિશેષ દાદાગીરીઓ ચાલી રહી છે. એમની જોડે જે વિરોધ કરવા છે એમના ચહેરા તમે ટીવી સૌ બતાવજો એટલે ખ્યાલ આવી જાય ક્યાંક ને ક્યાંક એ લોકો બે નંબરના ધંધા કરતા હોય કોઈ દારૂ વેચતા હોય કોઈ બુટલેગરો હોય આવા લોકો જ એમની સાથે જોડાયેલા છે અને એ લોકો ભાડૂતી લોકોને બોલાવીને વિરોધ કરાવી પેલા એ લોકો બફટ કરીને એવું કે કે તમારી માનું ધાવણ પીધું હોય તો ગોંડલ આવો અને માનું ધાવણ તો બધાય પીધેલું હોય જ્યારે ગોંડલ આવતા હોય ત્યારે આડા ઊભા રહી જાવ અને રોકવા માટે તો આ વ્યાજબી વસ્તુ નથી
અલ્પેશભાઈ એકની વાત નથી કરતો ભારતનો કોઈપણ વ્યક્તિ છે કોઈ પણ નાગરિક છે ગોંડલમાં આવી શકે છે ગોંડલમાં આવવા માટે કોઈ બીજાની જરૂર નથી હોતી પરંતુ અલ્પેશભાઈ રહ્યા એને કોઈ રાજકીય કોઈ કઈ લાભ ખાટવા માટે આવી નથી રહ્યા એને તો બસ લલકાર ફેંક્યો છે એટલે એના માટે થઈને અહીયા ગોંડલના રાજમાર્ગો ઉપર ફરવા માટે અને ખાસ કરીને અહીના ઐતિહાસિક મંદિરો છે એમના દર્શન કરવા માટે આવી રહ્યા છે અને અમારા માટે તો એ અતિથિદેવો ભવ ગણાય એટલે અમે એમનું સ્વાગત કરીએ છીએ.